- ગુજરાતમાં 3 નવેમ્બરે વિધાનસભાની 8 બેઠકો પર યોજાશે પેટા ચૂંટણી
- ચૂંટણી પંચે ચૂંટણીને લઇને જાહેરનામું કર્યું જાહેર
- આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે અને 19 તારીખે ફોર્મની ચકાસણી થશે
ગાંધીનગર: ગુજરાતમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની 8 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચે આ ચૂંટણીને લઇને જાહેરનામું જાહેર કર્યું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કોરનાની ગાઇડલાઇન પણ નક્કી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યની 8 બેઠકોની પેટા ચૂંટણીને લઇને જાહેરાત કરવામાં આવી છે. આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે 19 તારીખે ફોર્મની ચકાસણી થશે.
ચૂંટણી પંચે કરેલી જાહેરાત
- આજથી 16 તારીખ સુધી ફોર્મ ભરી શકાશે
- 19 તારીખના રોજ ફોર્મની ચકાસણી કરાશે
- ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે 2 વ્યક્તિ સાથે રહી શકે
- શનિવાર અને રવિવાર જાહેર રજાના દિવસે ઉમેદવાર ફોર્મ સ્વીકારાશે નહીં
- રોડ શોમાં 5 વ્હીકલને જ પરમિશન અપાશે
- ડોર ટુ ડોર કેમ્પઇનમાં 5 વ્યક્તિ હાજર રહી શકે છે
- ચૂંટણીનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યાનો રહેશે
વિધાનસભાની સ્થિતી
ભાજપઃ 103
કોંગ્રેસઃ 65
બીટીપીઃ 02
એનસીપીઃ 01
અપક્ષઃ 01
કુલ બેઠકોઃ 182
મહત્વનું છે કે, ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાશે. 3 નવેમ્બરે 8 બેઠકો માટે મતદાન થશે. ત્યારબાદ 10 નવેમ્બરે 8 બેઠકોનું પરિણામ જાહેર થશે. ગુજરાતની 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ગઢડા, કરજણ, ધારી, કપરાડા, ડાંગ બેઠક પર મતદાન યોજાશે.
(સંકેત)