- આજે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો
- ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા
- સમારોહમાં CM વિજય રૂપાણી, DYCM નીતિન પટેલ સહિતના નેતાઓ રહ્યા હાજર
ગાંધીનગર: આજે રાજ્યભરમાં લાભપાંચમમાં મુહૂર્ત કરીને લોકો પોતાના ધંધા-રોજગાર પુન:શરૂ કરે છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત આજના દિવસથી કરવામાં આવે છે ત્યારે લાભ પાંચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા 8 ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે.
બપોરે 12:39 કલાકે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સીનિયર સભ્યોએ હાજરી આપી હતી.
માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp અને નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel ની વિશેષ ઉપસ્થિતિમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી @trajendrabjpજી એ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારોને ધારાસભ્ય પદના શપથ લેવડાવ્યા. (1/2) pic.twitter.com/jVGDMBODEw
— BJP Gujarat (@BJP4Gujarat) November 19, 2020
આ ધારાસભ્યોએ શપથ ગ્રહણ કર્યા
જે.વી.કાકડિયા
વિજય પટેલ
જીતુ ચૌધરી
કિરીટસિંહ રાણા
બ્રિજેશ મેરજા
અક્ષય પટેલ
આત્મારામ પરમાર
પ્રદ્યુમનસિંહ જાડેજા
મહત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં યોજાયેલી 8 બેઠકો પરની પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સમારંભ યોજી શકાય તે હેતુસર શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 3થી 4 દિવસથી જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માથું ઉચક્યું છે. સાથે સાથે આ મહામારીની ઝપેટમાં રાજનેતાઓ પણ આવી ચૂક્યા છે. ત્યારે મર્યાદિત સભ્યોની હાજરીમાં શપથ વિધિ યોજાઇ હતી.
(સંકેત)