Site icon hindi.revoi.in

સ્ટાર્ટ-અપ્સ માટે ગુજરાત બન્યું મોટું પ્લેટફોર્મ, ઇકોસિસ્ટમ પૂરી પાડવામાં ગુજરાત ફરી મોખરે

Social Share

દેશમાં ગુજરાત રાજ્ય વિકાસની સતત હરણફાળ ભરી રહ્યું છે અને હવે ગુજરાત ફરી એક વખત ચમક્યું છે. ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં ગુજરાત ફરી એક વખત મોખરાનું રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અપાયેલા રેન્કિંગમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં ગુજરાતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ઉતર-પૂર્વના તમામ રાજ્યો અને દિલ્હી સિવાયના તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદામાન નિકોબારને બેસ્ટ પર્ફોમરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમ માટે ઉત્કૃષ્ટ રાજ્યો શોધવાની કવાયતમાં 22 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો.

રેન્કિંગની પ્રક્રિયા વિશે વાત કરીએ તો સમાન ધોરણોને આધારે રેન્કિંગ પ્રક્રિયાનો અમલ કરવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બે જૂથમાં વહેંચી દેવાયા હતા. દિલ્હી સિવાયના કેન્દ્રશાસિત પ્રદેશો અને આસામ સિવાયના ઉત્તર-પૂર્વના તમામ રાજ્યોને કેટેગરી ‘Y’માં મૂકવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીને ‘X’ શ્રેણીમાં મૂકાયા હતા. શુક્રવારે જાહેર કરાયેલા રેન્કિંગ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાથી કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં વધુ મદદ મળશે.

મહત્વનું છે કે, જાહેર ક્ષેત્રની ઘણી કંપનીઓ ખાસ સ્ટાર્ટ-અપ માટે ભંડોળની ફાળવણી કરવા સક્રિય બની છે.” ગોયલે સ્ટાર્ટ-અપ્સને ત્રણ P – પ્રોડક્ટ, પ્રોસેસ અને પીપલ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. DPIITના સચિવ ગુરુપ્રસાદ મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, વિભાગે અત્યાર સુધીમાં ૩૬,૦૦૦ સ્ટાર્ટ-અપ્સનું પુન: ગઠન કર્યું છે.

(સંકેત)

Exit mobile version