1. Home
  2. revoinews
  3. GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ પદ્વતિથી લેવાશે પરીક્ષા
GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ પદ્વતિથી લેવાશે પરીક્ષા

GTUના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ પદ્વતિથી લેવાશે પરીક્ષા

0
  • GTU દ્વારા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પરીક્ષા પૂરી થશે
  • MCQ ફોર્મેટ અને 70 માર્કની પરીક્ષા
  • ઓગસ્ટ મહિનામાં ઓફલાઈન પરીક્ષાની વિચારણા

રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર મોટી અસર થઇ છે. માર્ચ મહિનાથી કોરોના સંક્રમણ ફેલાતા ગત વર્ષની પણ કેટલીક પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. હવે GTU દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષાને લઇને એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 30 જુલાઇ પહેલા ઓનલાઇન પરીક્ષા પૂરી કરાશે. જેમાં MCQ ફોર્મેટની પરીક્ષા 70 માર્કની હશે.

પ્રાપ્ત વિગતો અનુસાર GTU દ્વારા 30 જુલાઇ પહેલા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવામાં આવશે. MCQ ફોર્મેટની પરીક્ષા 70 માર્કની હશે. વિદ્યાર્થીઓ મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપની મદદથી પરીક્ષા આપી શકશે.

ઓનલાઇનની માફક ઓફલાઇન પરીક્ષાઓ પણ એમસીક્યૂ આધારિત રહેશે. જો કે ઓફલાઇન પરીક્ષાઓ જુલાઇને બદલે ઓગસ્ટ માસમાં 15 થી 30 ઓગસ્ટ વચ્ચે લેવાની તૈયારી અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

જો કે કોઇ કારણોસર વિદ્યાર્થીઓ ઓનલાઇન કે પછી ઓફલાઇન એમ કોઇપણ પરીક્ષા આપવા સમર્થ ના હોય તો આ વિદ્યાર્થીઓ માટે જીટીયુએ સપ્ટેમ્બર મહિનામાં ખાસ પરીક્ષાનું આયોજન કર્યું છે. આ વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવામાં આવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.