Site icon hindi.revoi.in

રાજ્યમાં હવે મકાનના બાંધકામની મંજૂરી માત્ર 24 કલાકમાં ઓનલાઇન મળશે

Social Share

ગાંધીનગર: રાજ્યમાં મકાનના બાંધકામની મંજૂરીને લઇને એક મહત્વના સમાચાર છે. રાજ્યમાં હવે કોઇપણ મકાનનું બાંધકામ 15 મીટરની ઊંચાઇ ધરાવતું હશે તેમજ એના પ્લાન સહિતના વિવિધ મહત્વના દસ્તાવેજો ડેવલપમેન્ટ પ્લાન 2017 અનુસાર યોગ્ય હશે તો તેને ઓનલાઇન જ ડેવલપમેન્ટ માટે પરવાનગી માત્ર 24 કલાકમાં આપી દેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઑનલાઇન ડેવલપમેન્ટ પરમિશન 2.0નું ગુરુવારે મહાત્મા મંદિર ખાતે લોન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે રૂપાણીએ પ્રતિકરૂપે પાંચ નગર-મહાનગરમાં ઑનલાઇન એપ્રૂવલ અને રજા ચિઠ્ઠીનું આર્કિટેક્ટ-ઇજનેરોનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્વતિ ફેસ લેસ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરવાનું ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગના પગલે પ્લાન પાસ થયા પછી બાંધકામની પરવાનગી માટે કચેરીમાં ધક્કા નહીં ખાવા પડે. આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ODPS શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે અને 24 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય. જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે.

ODPS સિસ્ટમના લોન્ચિંગ વખતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે 1 ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર પ્રતિબદ્વ છે. સાથે જ 99 ટકા લોકોને તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્વતા છે. નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ ઘરે બેઠા મળે તેવી પારદર્શક વ્યવસ્થાઓ વિકસાવી ભય, ભૂષ અને ભ્રષ્ટાચારથી પ્રજાને મુક્ત કરવી છે.

શું છે ODPS પ્રક્રિયા

ODPS માટે બાંધકામ જમીનથી 15 મીટર સુધીની ઊંચાઈવાળું હશે તેના આર્કિટેક્ટ, એન્જિનિયર્સ દ્વારા પ્લાન, નકશાની ખરાઈ કરી સર્ટિફાઈડ કરી ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. આ માટે એક બાંયધરીપત્રક પણ સબમિટ કરવાનું રહેશે.

નોંધનીય છે કે, બાંધકામની મંજૂરી આપવા માટે 15 વાયટલ પેરામિટર્સ નિયત કરાયા છે, જે પૈકીના એકપણનું પાલન નહીં થતું હોય તો સિસ્ટમ દ્વારા જ પ્લાનને મંજૂરી નહીં મળે. 15માં માર્જીન, પાર્કિંગ, બિલ્ડિંગની ઊંચાઈ, લિફ્ટ અને એલિવેટર્સ, એફએસઆઈ, સ્ટેરકેસ, ગ્રાઉન્ડ કવરેજ, કોમન પ્લોટ, એક્સેસ રોડ-એપ્રોચ, ઓપન ટુ સ્કાય, સેટ બેક, ઝોન અને રોડની પહોલાઈને ધ્યાને લેવી, મહત્તમ અને લઘુત્તમ ફ્લોર હાઈટ, ઈન્ટરનલ રોડ, ફાયર રેગ્યુલેશન વેગેરનો સમાવેશ કરાયો છે.

(સંકેત)

Exit mobile version