Site icon hindi.revoi.in

ગાંધીનગર: 7 મહિના બાદ અક્ષરધામ મંદિર દશેરાના દિવસથી ફરી ખૂલશે

Social Share

ગાંધીનગર:  ગાંધીનગરનું પ્રસિદ્ધ અક્ષરધામ મંદિર  7 મહિના બાદ દશેરાના દિવસથી એટલે કે, 25 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. કોરોના મહામારીને પગલે 19 માર્ચથી દર્શાનાર્થીઓ માટે મંદિર બંધ કરાયુ છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, 7 મહિના બાદ ગાંધીનગર ખાતેના અક્ષરધામ મંદિરને ભક્તો માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મંદિર આગામી 25 ઑક્ટોબરથી ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે. દશેરાથી મંદિર ખોલવામાં આવશે. સાંજે 5 થી 7.30 સુધી દર્શન કરી શકાશે. અક્ષરધામ મંદિરમાં જો કે કોરોનાની ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે.

નોંધનીય છે કે, મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે દરરોજ સાંજે 7.15ના સત્ ચિત્ આનંદ વોટર શોનું પણ આયોજન કરવામાં આવશે. દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે.

(સંકેત)

Exit mobile version