Site icon Revoi.in

SOU ખાતે પ્રવાસીઓ માટે નવું નજરાણું, જોવા મળશે 5 લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોની ફ્લાવર વેલી

Social Share

કેવડિયા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની PM મોદી 31મી ઑક્ટોબરના રોજ સંભવિત મુલાકાત કરવાના છે. તેઓ અહીં તે દિવસે એકતા દિનની ઉજવણી કરવા આવવાનાં છે. પીએમ મોદીના આગમન પહેલા હાલમાં ત્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક વિશાળ પ્લોટમાં આશરે પાંચ લાખથી વધુ દેશી-વિદેશી ફૂલોનો ગાર્ડન બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાવર વેલી પ્રવાસીઓ માટે એક નવું નજરાણું બની રહેશે.

આ ફ્લાવર વેલીના નિર્માણ માટે બેંગ્લોર, કાશ્મીરથી માંડી વિદેશી પણ જાતજાતના ફૂલો લાવવામાં આવ્યા છે. જેને કાયમ માટે અહીં રાખવામાં આવશે. કેવડિયા ખાતે મુંબઇ, બેંગ્લોર, અમદાવાદ અને લંડન અને અમેરિકામાં થતા ફ્લાવર શોની જેમ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદીના આગમન પહેલા 29મી ઑક્ટોબરથી આ ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવશે.

આપને જણાવી દઇએ કે  સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગામી 27 ઑક્ટોબરથી 2જી નવેમ્બર સુધી એટલે કે એક સપ્તાહ સુધી બંધ રાખવામાં આવશે. લૉકડાઉન બાદ હાલ પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફરી ખોલ્યા બાદ પ્રવાસીઓનો સારો પ્રતિસાદ સાપડ્યો હતો.

નોંધનીય છે કે હાલમાં કોરોના વાયરસને કારણે જે પ્રવાસીઓ ઓનલાઇન ટિકિટ બૂક કરાવે છે તેને જ પ્રવેશ આપવામાં આવે છે. હાલમાં ઓફલાઇન ટિકિટ બૂકિંગ સેવા સંદતર બંધ રાખવામાં આવી છે. તેની સાથે જ આ બુધવાર 21થી 2 નવેમ્બર સુધી જંગલ સફારી અને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે.

(સંકેત)