- સ્કૂલ ફીમાં ઘટાડા અંગેની સરકારની બેઠકોનો દોર પૂર્ણ
- ખાનગી શાળાઓને 25 % ઓછી ફી વસૂલવા આદેશ
- વાલીઓની 100 ટકા ફી માંફીની માંગણી હોવાથી વાલીઓમાં નારાજગી
ગાંધીનગર: સ્કૂલની ફીના ઘટાડાને લઇને વાલીઓ માટે એક સારા સમાચાર છે. સ્કૂલ ફી ઘટાડાને લઇને સરકારની બેઠકનો દોર પૂર્ણ થયો છે. બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે ખાનગી શાળા હવે 25 ટકા ઓછી ફી વસૂલશે અને શિક્ષકોને છૂટા નહીં કરી શકે.
આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ પડશે. આ ફી આજે બુધવારે ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ મિટિંગ મળી હતી જેમા ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો છે. નોંધની. છે કે, વાલીઓની 100 ટકા ફી માફીની માંગણી હતી જે બાદ આજે વાલીઓ સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઇ રહ્યાં છે.
અગાઉ હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે ફી ઘટાડા મુદ્દે પોતાની રીતે નિર્ણય લેવા પ્રક્રિયા શરૃ કરતા સૌપ્રથમ ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલોના સંચાલકોની મીટિંગ બોલાવી હતી.ત્યારબાદ વાલી મંડળોની મીટિંગ બોલાવી હતી.સંચાલકો સાથે એક જ વાર મીટિંગ કરાઈ હતી.જેમાં સંચાલકો 25 ટકા ફી ઘટાડા મુદ્દે સહમત થઈ ગયા છે.
આજે મીટિંગ બાદ વાલી મંડળના બે ગુ્રપ સામે સામે આવી ગયા હતા અને બંને ગુ્રપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. સચિવાલયમાં જ બંને ગુ્રપો વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૃ કરી દીધા હતા.
નોંધનીય ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ પટેલનું કહેવું છે કે, સરકારનાં ફેંસલા બાદ અમે બેઠક બાદ નિર્ણય કરીશું કે હવે શું કરવું. વાલી મંડળના અન્ય આગેવાન કમલ રાવલનું કહેવું છે કે, સરકાર 100 ટકા માફી આપે.
(સંકેત)