Site icon hindi.revoi.in

નવરાત્રીના આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ક્લીયર, નહીં થાય આયોજન: DYCM નીતિન પટેલ

Social Share

હાલમાં સમગ્ર વિશ્વને કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે ત્યારે દુનિયાના સૌથી મોટા નૃત્યોત્સવનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે કે નહીં તે અંગે લોકો અવઢવમાં છે. એક તરફ કલાકારો અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની રોજગારીનો સવાલ છે ત્યારે બીજી તરફ તેના આયોજનથી કોરોના સંક્રમણનો વ્યાપ વધવાનો પણ ભય રહેલો છે.

હાલ મહામારીના આ સમયમાં ગરબાનું આયોજન વધુ ખરાબ સ્થિતિનું નિર્માણ કરી શકે છે અને વધુને વધુ લોકોને કોરોનાગ્રસ્ત કરી શકે છે ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રીના આયોજન અંગે સ્પષ્ટતા કરી હતી.

નવરાત્રીના આયોજન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે તેઓ ગરબાનું આયોજન નહીં કરે. ડૉક્ટરોએ પણ સરકારને ગરબાનું આયોજન ના કરવાનું સૂચન કર્યું છે. હવે આ પરિસ્થિતિમાં ગરબાના આયોજન અંગે કોઇ શક્યતા નથી.

બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટના ગરબાના આયોજન અંગે તેમણે ઉમેર્યું હતું કે, નીતિન પટેલે ઉમેર્યુ કે ‘આ વર્ષે બિઝનેસ હેતુથી યોજાતા પાર્ટી પ્લોટનાં કે અન્ય મોટા આયોજનની દૃષ્ટીએ સરકાર તરફથી મંજૂરી નહીં મળે. જોકે, અન્ય મોટા આયોજનો અંગે આયોજકોએ સામેથી જ આયોજન ન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ગરબા યોજાવા જોઈએ કે નહીં તે અંગે અમે નિષ્ણાતોના અને તબીબો સાથે નાગરિકોના મત લીધા હતા. આમાં નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે સરકારે ગરબાનું આયોજન કરવાની પરવાનગી આપવી ન જોઈએ.’

જો કે આ બધા વચ્ચે શેરી ગરબાના આયોજન અંગે તેમણે કહ્યું હતું કે લોકો માતાજીની આસ્થા અને ભક્તિ માટે શેરીમાં જે ગરબીઓ કરે છે, તેમને કઇ રીતે પરવાનગી આપી શકાય કે આવા આયોજનો મર્યાદિત સંખ્યામાં કેવી રીતે યોજી શકાય તે અંગે હજુ કોઇ નિર્ણય કરાયો નથી. સરકારની આગામી બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવાશે.

(સંકેત)

Exit mobile version