Site icon Revoi.in

પર્યટકો હવે એશિયાટિક સિંહોને નિહાળી શકશે, આજથી ફરી ખુલશે દેવળીયા સફારી પાર્ક

Social Share

– સરકાર દ્વારા હવે અનલોક-5ની ગાઇડલાઇન્સ કરાઇ જાહેર
– સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લુ મુકાશે
– જો કે પ્રવાસીઓએ કેટલાક નિયમોનું કરવું પડશે પાલન

ગીર સોમનાથ: સરકાર દ્વારા હવે અનલોક 5ની ગાઇડલાઇન્સ જાહેર કરાઇ છે જેમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલને ખોલવાની મંજૂરી મળી ચૂકી છે અને તેની સાથોસાથ દેશના પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે કેટલાક પર્યટન સ્થળોને ખોલવાની પણ મંજૂરી મળી ચૂકી છે. અનલોક-5ના નિયમોની છૂટછાટ અનુસાર હવે આજથી જૂનાગઢમાં એશિયાટિક સિંહોને નિહાળી શકાશે. આપને જણાવી દઇએ કે 17 માર્ચથી સફારી પાર્ક અને ઝૂ બંધ હતા. ત્યારે હવે સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લુ મુકાશે.

આ સાથે પર્યટકો આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે. તે ઉપરાંત આજથી જૂનાગઢનું પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય પણ ખુલ્લુ મુકવામાં આવશે.

સફારી પાર્ક અને ઝૂ 17 માર્ચથી બંધ હતા. જો કે હવે તેને ખુલ્લુ મુકવામાં આવશે. જો કે દેવળીયા સફારી પાર્કના વહીવટીતંત્ર એ અને પ્રવાસીઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેમાં 10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી ઉપરના વૃદ્વોને પ્રવેશ આપવામાં આવશે નહીં. જ્યારે સાસણ ગીરમાં સફારી ગાડીમાં 6 વ્યક્તિની જગ્યાએ હવે 3 પ્રવાસીને બેસાડાશે. જ્યારે બસમાં 22 લોકો બેસતા હતા તેની જગ્યાએ 11 લોકો બેસશે.

મહત્વનું છે કે, અનલોક-5માં સરકાર દ્વારા મોટા ભાગની ગતિવિધિઓ માટે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે લોકો પણ સતર્ક અને સજાગ બનીને સરકારે આપેલી છૂટછાટનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેમજ મલ્ટિપ્લેક્સ, પાર્ક, મોલની મુલાકાત લેવા સમયે માસ્ક પહેરવું, વારંવાર હાથ સ્વચ્છ રાખવા, સામાજિક અંતર જાળવી રાખવું જેવા નિયમોનું પાલન કરે તે આવશ્યક બન્યું છે. લોકો સજાગ અને સતર્કતા દાખવીને કોરોના સંક્રમણથી બચી શકે છે અને તેનાથી દેશમાં કોરોનાના સંક્રમણને અંકુશમાં રાખવામાં પણ મદદ મળશે.

(સંકેત)