Site icon hindi.revoi.in

દિવાળી પૂર્વે લોકોની બેદરકારીથી અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો

Social Share

અમદાવાદ: દિવાળીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદી માટે શહેરના વિવિધ બજારોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. એવામાં કોરોનાના નિયમોનું પાલન પણ ન થતું હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. તેમજ ભીડભાડમાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી. લોકોની આવી ગંભીર બેદરકારીને કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પણ કોરોનાના નવા કેસો વધવાનું શરૂ થઈ ગયું છે.

કોરોના સંક્રમણથી બચવા માટે સરકારે લોકોને જાહેરમાં જતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ વારંવાર હાથ સ્વચ્છ રાખવા જેવા નિયમો ચુસ્તપણે પાળવાની અપીલ કરી છે. છતાંય લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે બીજા લોકોને ચેપ લાગવાનું પ્રમાણ વધી રહ્યું છે.

હાલમાં જે પણ કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે, તેમાં શરદી-ખાંસી, અવાજ ભારે થઇ જવો જેવા લક્ષણો ઉપરાંત સુગંધ અને સ્વાદ નહીં અનુભવાતો હોવાની ફરિયાદ પોઝિટિવ દર્દીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

કયા ઝોનમાં કેટલા એક્ટિવ કેસ?
પૂર્વ ઝોન- 352 કેસ
પશ્ચિમ ઝોન- 431 કેસ
ઉત્તર પશ્ચિમ ઝોન- 443 કેસ
દક્ષિણ પશ્ચિમ ઝોન- 406 કેસ
મધ્ય ઝોન- 280 કેસ
ઉત્તર ઝોન- 338 કેસ
દક્ષિણ ઝોન- 432 કેસ

કોરોનાના વધતા કેસ સામે હવે AMC તંત્ર હરકતમાં આવ્યું છે. AMC તંત્રએ ભરચક બજારોને બાજુએ મુકીને શહેરના અન્ય વિસ્તારોમાં ભરાતા બજારો તેમજ શાકમાર્કેટ વગેરે જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મિઠાઇ, ફરસાણ, કાપડના વેપારીઓ અને ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં 1200 જેટલા વેપારીઓ તથા ફેરિયાઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

(સંકેત)

Exit mobile version