Site icon hindi.revoi.in

કોરોનાના સંકટને કારણે રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં

Social Share

કોરોનાના સંકટને કારણે રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શૈક્ષણિક મહાસંઘની આજે યોજાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દિવાળી સુધી સ્કૂલો ખૂલશે નહીં. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર આ અંગે નિર્ણય લેશે. દિવાળી બાદ પણ શાળા શરૂ થઇ જ જશે તે અંગે હાલ કશુ કહી શકાય નહીં.

બાળકો સ્કૂલે જશે તોપણ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે
1. ફેસ માસ્ક પહેરવું પડશે.
2. બે લોકો વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પડશે.
3. ગમે ત્યાં થૂંકી નહીં શકે.
4. સ્વાસ્થ્યનું જાતે ધ્યાન રાખવું પડશે.
5. જ્યાં જરૂરી હશે ત્યાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવશે.
6. થોડી-થોડીવાર પછી હાથ ધોવા પડશે.
7. હાથ ગંદા ન દેખાય તોપણ એને ધોવા પડશે.
8. ઓનલાઈન અભ્યાસની પરવાનગી ચાલુ રહેશે, એને પ્રોત્સાહન અપાશે.
9. બાળકો પોતાની ઈચ્છાથી જ સ્કૂલે જશે, પરંતુ વાલીઓએ લેખિતમાં સહમતી આપવી પડશે.
10. સ્પોર્ટ્સ એક્ટિવિટી અને એસેમ્બ્લી પર કડક પ્રતિબંધ રહેશે.
11.એસી લાગેલું હશે તો એનું તાપમાન 24થી 30 વચ્ચે રહેશે.
12. એસીમાં હ્યુમિડિટી લેવલ 40થી 70 ટકા રાખવું.
13. કન્ટેનમેન્ટ ઝોન બહારની સ્કૂલો ખોલવાની પરવાનગી અપાશે.
14. સ્કૂલે જનારા વિદ્યાર્થી, શિક્ષક અને સ્ટાફે કન્ટેનમેન્ટ ઝોનમાં જવાથી બચવું પડશે.
15. જિમનો ઉપયોગ ફક્ત ગાઈડલાઈનના આધાર પર જ થઈ શકે છે, પણ સ્વિમિંગ પૂલ બંધ રહેશે.
16. શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
17. સાફ-સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીને થર્મલ ગન, ડિસ્પોઝલ પેપર ટોવેલ, સાબુ, 1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈડ સોલ્યુશન આપવાનું રહેશે.

આપને જણાવી દઇએ કે, જો હવે દિવાળી બાદ શાળાઓ શરૂ થાય તો એક સત્રમાં બે સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ કરવો અશક્ય થશે. જેથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એ સ્થિતિમાં અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનું આયોજન પણ કરાઇ રહ્યું છે. અભ્યાસના કેટલા દિવસો વિદ્યાર્થીઓને મળે છે તેના આધારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સંક્રમણની શરૂઆત સાથે જ 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે સપ્તાહ માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. જો કે બાદમાં કોરોનાનો વ્યાપ વધતા શાળાઓમાં વેકેશન લંબાવવામાં આવ્યું હતું. તેને કારણે રાજ્યમાં અંદાજે 6 મહિનાની શૈક્ષણિક કાર્ય બંધ છે.

(સંકેત)

Exit mobile version