1. Home
  2. revoinews
  3. યુનિવર્સિટીની પરીક્ષાને લઇને સરકારે અંતે નિર્ણય ફેરવ્યો, હવે છેલ્લા વર્ષની પરીક્ષાઓ નહીં લેવાય
યુનિવર્સિટીની પરીક્ષાને લઇને સરકારે અંતે નિર્ણય ફેરવ્યો, હવે છેલ્લા વર્ષની પરીક્ષાઓ નહીં લેવાય

યુનિવર્સિટીની પરીક્ષાને લઇને સરકારે અંતે નિર્ણય ફેરવ્યો, હવે છેલ્લા વર્ષની પરીક્ષાઓ નહીં લેવાય

0
  • થોડાક કલાકો પહેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું પરીક્ષા લેવાશે
  • બાદમાં ગણતરીના કલાકોમાં સરકારે પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો
  • કેન્દ્ર સરકારના આદેશને કારણે પરીક્ષાઓ રદ કરાઇ: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ થોડા કલાકો પહેલા પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરીને આવતીકાલથી GTU સહિતની રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓ યોજાશે તેવું જણાવ્યું હતું પરંતુ પરીક્ષાઓ લેવા મામલે સરકારની સ્થિતિ જાણે નરોવા કુંજરોવા હોય તેમ ગણતરીના કલાકોમાં જ આ નિર્ણય ફેરવી નાખ્યો હતો.

પહેલા શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજાશે તેમ જણાવ્યું હતું પરંતુ ગણતરીના કલાકોમાં સરકારે આ પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને આ બાબતનો આદેશ અપાયો હોવાનો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુલાસો કર્યો છે.

નોંધનીય છે કે પરીક્ષાઓના આયોજન અંગે સરકારે વારંવાર નિર્ણયો બદલતા અનિશ્વિતતાનો માહોલ સર્જાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. જો કે હવે કોરોનાની ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારે પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.