1. Home
  2. revoinews
  3. અમદાવાદ: રથયાત્રા યોજાય તો કોરોના વધુ વકરશે: IBની ચેતવણી
અમદાવાદ: રથયાત્રા યોજાય તો કોરોના વધુ વકરશે: IBની ચેતવણી

અમદાવાદ: રથયાત્રા યોજાય તો કોરોના વધુ વકરશે: IBની ચેતવણી

0
  • અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાની જોરશોરથી તૈયારી
  • અમદાવાદમાં જગન્નાથ યાત્રા યોજાય તો કોરોના વધુ વકરશે: IB
  • પોલીસકર્મી અને સુરક્ષાદળોની 40 ટુકડીઓ પર કોરોનાનું જોખમ

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગતના નાથની નગરચર્યા માટેની તૈયારીઓને પણ અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જો કે જે રીતે અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજીથી ફેલાઇ રહ્યું છે તેને જોતા સ્ટેટ આઇ.બી. એ રથયાત્રા યોજાય તો કોરોના વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે તેવા સંકેતો આપ્યા છે. રથયાત્રા યોજાય તો 25 હજાર પોલીસકર્મી અને સુરક્ષાદળોની સાથે લાખો ભાવિક ભક્તો ઉમડી પડે. આ સંભાવનાઓ વચ્ચે IBએ ચેતવણી આપી છે કે રથયાત્રામાં કોરોના કાળમૂખો બની શકે છે.

IBએ ચેતવણી આપી છે કે ભારતમાં કોરોનાની શરૂઆતમાં દિલ્હી તેમજ મુંબઇમાં ધાર્મિક મેળાવડા યોજાયા હતાં જેના કારણે આ વાયરસની ઝપેટમાં અનેક લોકો આવ્યા હતા અને કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. તેવામાં હવે જો રથયાત્રાનું આયોજન કરવામાં આવે તો લાખોની સંખ્યામાં શ્રદ્વાળુઓમાં તેમાં જોડાય તેથી તેવું જોખમ લેવું હિતાવહ નથી.

જો કે હજુ રથયાત્રાને અંતિમ મંજૂરી મળી નથી. શક્ય છે કે ગૃહ મંત્રી તથા મંદિરના મેનેજમેન્ટ વચ્ચેની બેઠકમાં કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવે. અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે જો રથયાત્રાને મંજૂરી આપવામાં આવે તો તેની સુરક્ષા માટે ખડેપગે રહેનારી પોલીસકર્મી તેમજ સુરક્ષાદળોની 40 ટુકડીઓ પર કોરોનાનું સંકટ તોળાઇ શકે છે. 25 હજારમાંથી 10 હજાર પોલીસકર્મી તથા સુરક્ષાકર્મીઓ અમદાવાદ બહારથી આવશે. ચિંતાનો વિષય એ છે કે જો આ ટીમ પરત ફરે અને તેમાંથી કોઇ કોરોનાની ઝપેટમાં આવી ગયું તો દેશમાં સ્થિતિ વધુ વકરે તેવી ભીતિ છે. તેવામાં હવે સરકાર અને મંદિરના સંચાલકો જનહિતમાં કેવો નિર્ણય લે છે તે તો સમય જ જણાવશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.