1. Home
  2. revoinews
  3. હવે રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ યુનિફોર્મ પહેરવો પડશે
હવે રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ યુનિફોર્મ પહેરવો પડશે

હવે રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ યુનિફોર્મ પહેરવો પડશે

0
  • રાજ્યના તમામ રિક્ષા ચાલકોની ઓળખ પ્રસ્થાપિત કરવા મહત્વનો નિર્ણય
  • રાજ્યના દરેક રિક્ષા ચાલકે ડ્રેસ પર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે
  • સરકારે આ મામલે જાહેરનામુ બહાર પાડ્યું

રાજ્યના તમામ રિક્ષા ચાલકોની ઓળખ માટે હવે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના તમામ રિક્ષા ચાલકોએ યુનિફોર્મ તરીકે હવેથી કપડાંની ઉપર વાદળી કલરનું એપ્રોન પહેરવાનું રહેશે. રિક્ષા ચાલકોની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. સરકારે આ મામલે જાહેરનામુ પણ બહાર પાડ્યું છે.

દેશના અનેક રાજ્યોમાં રિક્ષા ચાલકો માટે ખાસ ડ્રેસકોડ હોય છે પરંતુ ગુજરાતમાં રિક્ષા ચાલકો માટે કોઇ ડ્રેસ કોડ નથી. અનેક રાજ્યોમાં રિક્ષા ચાલકો ડ્રેસની સાથે બેઝ પણ પહેરતા હોય છે. તેથી હવે તેને ધ્યાનમાં લઇને ગુજરાતમાં પણ રિક્ષા ચાલકોએ ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે ડ્રેસની માથે વાદળી રંગનું એપ્રોન ફરજીયાતપણે પહેરવું પડશે.

જો કે, સરકાર તરફથી એપ્રોન નહીં આપવામાં આવે પરંતુ જે તે રિક્ષા ચાલકે જાતે જ ખરીદવું પડશે અને સીવડાવવું પડશે. આ જાહેરનામાનો અમલ આ મહિનાથી જ કરાવવામાં આવશે.

નોંધનીય છે કે મોટર વાહન અધિનિયમ, 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રિક્ષા ડ્રાઇવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી અને ત્યારબાદ તા.16/11/2019ના જાહેરનામાંથી ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરી આ યુનિફોર્મની જોગવાઇ કરવામાં આવી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.