1. Home
  2. revoinews
  3. સૌરાષ્ટ્રમાં વરસાદના વિધ્નને કારણે આ 20 રસ્તાઓ કરાયા બંધ
સૌરાષ્ટ્રમાં વરસાદના વિધ્નને કારણે આ 20 રસ્તાઓ કરાયા બંધ

સૌરાષ્ટ્રમાં વરસાદના વિધ્નને કારણે આ 20 રસ્તાઓ કરાયા બંધ

0
  • રાજ્યમાં વરસાદને કારણે 20 રસ્તાઓ કરાયા બંધ
  • 4 સ્ટેટ હાઈવે સહિત 20 રસ્તાં બંધ કરવામાં આવ્યા
  • સૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રસ્તા કરાયા બંધ

છેલ્લા સપ્તાહથી રાજ્યમાં વરસાદ થઇ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર યથાવત્ છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે સૌરાષ્ટ્ર બાજુના 20 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. રસ્તાઓ બંધ થવાને કારણે ત્યાં વાહન વ્યવહાર પ્રભાવિત થશે.

આ 20 રસ્તાઓ પૈકી પંચાયતના 16 માર્ગો સામેલ છે. મોટા ભાગના બંધ રસ્તાઓ સૌરાષ્ટ્રના છે. દેવભૂમિ દ્વારકામાં 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ બંધ થયા છે.

4 સ્ટેટ હાઇવે સહિત 20 જેટલાઓ રસ્તાઓ વરસાદના વિધ્નને કારણે બંધ કરવાની ફરજ પડી છે. જેમાં રાજકોટ અને દ્વારકામાં 1-1, જામનગરમાં 2 માર્ગ, જૂનાગઢમાં 4, પોરબંદરમાં 8 માર્ગને બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અનેક જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદને કારણે નુકસાનની ઘટના પણ સામે આવી છે. ક્યાંક ખેતરોમાં પાણી ભરાયા તો ક્યાંક દીવાલ અને વૃક્ષો ધરાશાયી થયા હતા. સારા વરસાદને કારણે ખેડૂતોએ પણ વાવણી શરૂ કરી છે અને તેઓ પણ ખુશખુશાલ જણાઇ રહ્યા છે.

નોંધનીય છે કે અમરેલીના બાબરા, લાઠી, સાવરકુંડલા, કાનાતળાવ, હાથસણી, નેસડી, ચારખડીયા તો રાજકોટના લોધિકા, વડ વાજડી, વિરડા વાજડી, મેટોડા અને જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જૂનાગઢના ઝાંઝરડા, મોતીબાગ, કાળવા, ભવનાથમાં વરસાદ પડ્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.