Site icon Revoi.in

કોરોનાના સંક્રમણથી બચવા ગુજરાતના 3 કરોડથી વધુ લોકોને અપાઇ આ હોમિયોપેથિક દવા

Social Share

માર્ચ મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદ ગુજરાત રાજ્યમાં અડધાથી વધુ વસ્તીને રોગનિવારક રૂપે હોમિયોપેથિક દવા આર્સેનિકમ આલ્બમ-30નું વિતરણ વિભાગે કર્યું છે. ગુજરાતમાં કોવિડ-19ની નિવારણ વ્યૂહરરચના અંગે 20 ઓગસ્ટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સમક્ષ કરેલી રજૂઆતમાં રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યના લગભગ 3.48 કરોડ લોકોને આર્સેનિકમ આલ્બમ-30નું વિતરણ કરાયું છે. જો કે કોવિડ-19ની સારવારમાં આ દવા મદદરૂપ થાય છે કે નહીં તે અંગે કોઇ વૈજ્ઞાનિક પુરાવા પ્રાપ્ત થયા નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર આયુર્વેદ, યોગ અને નિસર્ગોપચાર, યુનાની, સિદ્વ અને હોમિયોપેથીનો લાભ મેળવતા લોકોમાંના 99.6 ટકા લોકો આ દવાના વપરાશ પછીના સમયગાળામાં દરમિયાન ચેપથી મુક્ત થયા છે. રાજ્ય સરકારે આ દાવો કર્યો છે. આયુષ હેઠળ સૂચવેલા ઉપાયો પ્રતિરક્ષા વધારવામાં મદદગાર સાબિત થયા છે.

મહત્વનું છે કે, 33,268 લોકોએ આયુષ દવાઓનો આઇસોલેશનના સમયગાળામાં લાભ લીધો હતો. તેમાંથી અડધાથી વધુ લોકોએ હોમિયોપેથિક દવાઓ લીધી હતી. આર્સેનિકમ આલ્બમ 30 દવાઓની સંભાવના અંગે સરકારને વિશ્વાસ છે, કારણ કે, કોરોના વાયરસથી સંક્રમિત હજારો લોકોને આર્સેનિકમ આલ્બમ 30 સપ્લિમેન્ટ આપવામાં આવી છે. આ દવાથી 99.69 ટકા લોકો સાજા થયા છે.

(સંકેત)