1. Home
  2. revoinews
  3. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ કરાયા

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલમાં દાખલ કરાયા

0
  • કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી
  • તેઓને સારવાર માટે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
  • રાજ્યસભા ચૂંટણી દરમિયાન અનેક અધિકારીઓને પણ મળ્યા હતા

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ભરતસિંહ સોલંકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે વડોદરાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. તાજેતરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભરતસિંહ સોલંકી અનેક નેતાઓ, મીડિયાકર્મીઓ તેમજ અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોવાથી હવે આરોગ્ય વિભાગ તરફથી આ લોકોને હોમ ક્વોરન્ટાઇન અથવા તેમના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યસભા ચૂંટણીમાં તેઓની હાર થઇ છે.

તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનું કારણ એ છે કે તેઓ 19મી જૂનના રોજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના અનેક કાર્યકરો, ધારાસભ્યો અને નેતાઓને મળ્યાં હતાં. તેને કારણે આ દરેકને પણ કોરોના સંક્રમણનો ખતરો વધ્યો છે.

કોંગ્રેસ તરફથી વિજેતા થયેલા ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી એક જ કારમાં અમદાવાદથી ગાંધીનગર ગયા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત બંનેએ સાથે જ મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. તેઓ અનેક અધિકારીઓને પણ મળ્યા હતા. આ જ કારણે આરોગ્ય વિભાગની પરેશાની વધી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.