- 15 મે – માધુરી દીક્ષિતનો જન્મદિવસ
- બોલિવૂડ અભિનેત્રીઓમાં મોટુ નામ
- જાણો બોલિવૂડના સફર વિશે
મુંબઈ: બોલિવૂડમાં માધુરી દીક્ષિત એટલે એવુ નામ છે કે જે પોતાની એક્ટિંગની કળા અને અદાઓ માટે જાણીતુ છે. માધુરી દીક્ષિત એટલે કે જેની સામે આજ-કાલના હીરો અને હીરોઈન હાલ પણ ફિક્કા પડી જાય. એવી માધુરી દીક્ષિત આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. માધુરી દર વર્ષે 15 મે ના દિવસે પોતાનો જન્મ દિવસ ઉજવે છે.
માધુરી દીક્ષિતના શરૂઆતના બોલિવૂડ કેરિયરમાં તેમની ફિલ્મો ફ્લોપ જતી હતી પણ કહે છે ને કે ટેલેન્ટ હોય તો સફળતા એક દિવસ જરૂર મળે છે.
માધુરી દીક્ષિતે વર્ષ 1984માં અબોધ નામની ફિલ્મ કરી હતી જે તેમની પહેલી ફિલ્મ હતી. પણ તેના ચાર વર્ષ પછી તેમણે ફિલ્મ તેઝાબમાં કામ કર્યું અને તેમાં તેમને ખુબ નામના મળી. આ પછી માધુરી દીક્ષિતે કોઈ દિવસ પાછળ વળીને ન જોયુ. 1990ના સમયમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી સૌથી દર્શકોની સૌથી વધારે પ્રિય જોડી રહી હતી.