Site icon hindi.revoi.in

દેશમાં ગાંધીની વિચારધારા હારી, બાપુના હત્યારાઓની વિચારધારા જીતી: દિગ્વિજય સિંહ

Social Share

કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહે લોકસભા ચૂંટણી પરિણામો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. દિગ્વિજય સિંહે કહ્યું છે કે ઇલેક્શનના પરિણામો આપણા માટે ચિંતાનો વિષય છે. મધ્યપ્રદેશના ભોપાલથી કોંગ્રેસના ઉમેદવાર રહેલા દિગ્વિજય સિંહે કહ્યું કે આજે દેશમાં ગાંધીની વિચારધારા હારી ગઈ છે અને આ ટ્રેન્ડ આપણા માટે ગંભીર ચિંતાની વાત છે.

ભોપાલથી ચૂંટણી હારીને મીડિયા સાથે વાત કરી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, “આજે આ દેશમાં મહાત્મા ગાંધીના હત્યારાઓની વિચારધારા જીતી ગઈ છે અને બાપુ તેમજ શાંતિની વિચારધારા હારી ગઈ છે, જે આપણા માટે ચિંતાની વાત છે.” દિગ્વિજય સિંહે કહ્યું કે તેઓ પરિણામો માટે પીએમને અભિનંદન આપે છે, સાથે જ તેઓ બીજેપીના તમામ જીતી ગયેલા સાંસદોને પણ અભિનંદન આપે છે. તેમણે કહ્યું છે કે તેઓ સાધ્વી પ્રજ્ઞાસિંહને પહેલા જ પોતાની શુભકામનાઓ મોકલી ચૂક્યા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે હાર છતાંપણ તેઓ ભોપાલના લોકો સાથે સંકળાયેલા રહેશે અને તેમના માટે કામ કરતા રહેશે.

Exit mobile version