Site icon hindi.revoi.in

RBI એ ગ્રાહકોને આપ્યો ઝટકો – નહી મળે EMI પર રાહત

Social Share

છેલ્લા ત્રણ દિવસથી આરબીઆઈને બેઠક ચાલી રહી હતી ત્રણ દિવસીય આ બેઠક બાદ રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો તહેવારો શરુ થતા પહેલા જાહેર કરવામાં આવ્યા  છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ દ્વારા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયો  વિશે માહિતી આપી હતી.

તેમણે પ્રેસ કોન્ફોરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, રેપો રેટમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા નથી, અર્થાત રેપો રેટ 4 ટકા પર જ સ્થિત રાખવામાં આવ્યો છે,જો કે આ બેઠક પહેલા ગ્રાહકો આશા સેવી રહ્યા હતા કે, રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે અને તેઓને ઈએમઆઈ ભરવામાં રાહત મળી શકે છે જો કે, તહેવારો પહેલા જ ગ્રાહકોને આ બાબતે મોટો ઝટકો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિતેલા ઓગસ્ટ મહિનામાં આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. જો કે, સેન્ટ્રલ બેંકે આ પહેલા બે બેઠકોમાં રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલમાં રેપો રેટ ચાર ટકા છે, રિવર્સ રેપો રેટ 35.35 ટકા છે.

આરબીઆઈ ગવર્નરએ કહ્યું, આશા છે કે, ચાલુ નાણાકિંણ વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પોઝિટિવમાં જોવા મળશે, દરેક ક્ષેત્રમાં વિકાસ વુદ્ધી જાવા મળી રહી છે, . તેમણે જીડીપી વૃદ્ધિનો નકારાત્મક અંદાજ 9.5 ટકા રાખ્યો છે. તે જ સમયે, નાની લોન લેનારાઓ  7.5 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપવામાં આવી છે.

નવી હાઉસિંગ લોન રિસ્ક વેટેજનું જોખમ ઘટાડવામાં આવ્યું છે. તે જ સમયે, ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે આરટીજીએસ 24 કલાક લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અમારું સંપૂર્ણ ફોકસ ફાઇનાન્સને સરળ બનાવવા અને વૃદ્ધિમાં વધારો કરવા પર છે. આ લક્ષ્યને ધ્યાનમાં રાખતા આવતા અઠવાડિયે રૂપિયા 20 હજાર કરોડનું ઓએમઓ અટલે કે ઓપન માર્કેટ ઓપરેશન કરવામાં આવશે.

શું છે ઓએમઓ 

ઉલ્લેખનીય છે કે, ઓએમઓ હેઠળ, સેન્ટ્રલ બેંકો સરકારી સુરક્ષા અને ટ્રેઝરી બિલ ખરીદે છે અને વેચે છે.  ભારતમાં આ કાર્ય આરબીઆઈ કરે છે. જ્યારે આરબીઆઈ અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધારવા માંગે છે, ત્યારે તે બજારમાં સરકારી સુરક્ષા ખરીદે છે. જ્યારે તેને અર્થતંત્રમાં નાણાંની સપ્લાય ઘટાડવાની જરૂરિયાત લાગે છે, ત્યારે તે બજારમાં સરકારી સુરક્ષા વેચે છે.

સાહીન-

Exit mobile version