નરેન્દ્ર મોદી પોતાના બીજા કાર્યકાળ માટે આજે સાંજે 7 વાગે વડાપ્રધાનપદના શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા આ શપથગ્રહણ સમારોહમાં 5 હજારથી 6 હજાણ ગણમાન્ય મહેમાનો સામેલ થશેય આ આયોજનને તામઝામથી દૂર, સરળ અને સાદગીપૂર્ણ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ સમારોહમાં ભોજન વ્યવસ્થા પણ સાધારણ જ રાખવામાં આવી છે.
ચાની સાથે સમોસા અને રાજભોગ
હાઇ ટીની સાથે મહેમાનોને વેજિટેરિયન ડિશો પીરસવામાં આવશે જેમાં આપણા ભારતીયોના ફેવરિટ સમોસા ઉપરાંત પનીર ટીક્કા, રાજભોગ અને લેમન ટાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાતે 9 વાગે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન ડિશીઝ પીરસવામાં આવશે. વેજિટેરિયન ભોજનની ખાસ જિશ હશે ‘દાલ રાયસીના’, જે મહેમાનોને સર્વ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનના રસોડાની ખાસિયત છે દાલ રાયસીના
રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશિયાલિટી છે દાલ રાયસીના, જેને પકવવા માટે 48 કલાકનો સમય લાગે છે અને આ જ કારણ છે કે આ દાળને બનાવવાની તૈયારી મંગળવાર રાતથી જ થઈ રહી છે. આ દાળને બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીઓને ખાસ લખનઉથી મંગાવવામાં આવી છે.
દાળ બનાવવાના સમયને લઇને વિવાદ
જણાવવામાં આવી રહ્યું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના કાર્યકાળ દરમિયાન શેફ મછિન્દ્ર કસ્તુરીએ દાળ રાયસીનાની શરૂઆત કરી હતી અને શેફ કસ્તુરીનો દાવો છે કે દાલ રાયસીનાને બનાવવામાં ફક્ત 6થી 8 કલાકનો સમય લાગે છે, જ્યારે રાષ્ટ્રપતિ ભવનના પ્રવર્તમાન શેફ મોન્ટી સૈની કહે છે કે દાલ રાયસીનાને બનીને તૈયાર થવામાં 48 કલાકનો સમય લાગે છે. કુલ મળીને જોઇએ તો ગાળ બનવાના સમયને લઇને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. શેફ કસ્તુરી જણાવે છે કે આ દાળનું ટેક્સચર વેલવેટ જેવું મુલાયમ હોય છે અને તેમાં હળવા મસાલાઓ ઉપરાંત કસૂરી મેથીના પત્તા પણ નાખવામાં આવે છે જે આ ગાળનું સિક્રેટ ઇન્ગ્રિડિયન્ટ (ગુપ્ત સામગ્રી) છે.
કાળા અડદની દાળને ખાસ મસાલાઓની સાથે બનાવવામાં આવે છે
આ દાળને બનાવવા માટે કાળા અડદની દાળ જેને માકી દાલ પણ કહે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ દાળને બનવામાં ઘણો સમય લાગે છે એટલે તેને આખી રાત પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. બીજા દિવસે બનાવતા પહેલા 4થી 5 વખત સારી રીતે ધોઇને કૂકરમાં બાફી લેવામાં આવે છે. ત્યારબાદ ખાસ મસાલાઓ સાથે આ દાળને ધીમા તાપે ઉકળવા માટે મૂકી દેવામાં આવે છે.