Site icon Revoi.in

ખાલિસ્તાન આંદોલન સાથે જોડાયેલી રેપર હર્દ કૌર, રેફરન્ડમ 2020નું કર્યું સમર્થન

Social Share

નવી દિલ્હી : લાંબા સમય સુધી સિંગિગ કરિયરથી દૂર રહેલી રેપર હર્દ કૌર હવે એક નવા મામલાને લઈને ચર્ચામાં છે. હર્દ કૌર પોતાના ઈંસ્ટાગ્રામ પર પ્રો-ખાલિસ્તાની પ્રોપેગેન્ડા પોસ્ટ કરી રહી છે. કથિતપણે તે શિખ્સ ફોર જસ્ટિસ દ્વારા ચલાવવામા આવતા કેમ્પેન રેફરન્ડમ 2020માં સામેલ થઈ ગઈ છે.

મહત્વપૂર્ણ છે કે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને આરએસએસના પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ સોશયલ મીડિયા પર કથિતપણે વાંધાજનક ટીપ્પણી કરવા માટે લગભગ એક માસ પહેલા તેની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એસએફજેની ભારત વિરોધી ગતિવિધિઓને કારણે ગત સપ્તાહે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. સોશયલ મીડિયા પર ચાર દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલા ઘણાં વીડિયોમાં હર્દ કૌર જનમત સંગ્રહનું સમર્થન કરતા અને લોકોને ખાલિસ્તાન માટે વોટ કરવાની અપીલ કરતા દેખાઈ રહી છે.

પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા બે વીડિયોમાં તે પંજાબ રેફરન્ડમ 2020 ખાલિસ્તાન ટીશર્ટ પહેરેલી દેખાઈ રહી છે. તેણે માર્યા ગયેલા ઉગ્રવાદી નેતા જરનૈલસિંહ ભિંડરાવાલેની પ્રશંસામાં પરંપરાગત શીખ ગાયક તરસેમસિંહ મોરનવાલી દ્વારા ગાવામાં આવેલા ગીતને પણ શેયર કર્યું હતું.

બે દિવસ પહેલા પોસ્ટ કરવામાં આવેલા એક અન્ય વીડિયોમાં હર્દ કૌર શીખોને વોટ કરવાનો આગ્રહ કરતી દેખાઈ રહી છે અને તેમને ખાલિસ્તાનનો વિરોધ કરનારાને મૂર્ખ નહીં બનવા માટે કહી રહી છે. રેપરે પોતાની પોસ્ટમાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ અને શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીરસિંહ બાદલને ટેગ કરીને સીએમ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે.