Site icon hindi.revoi.in

ભારત-ચીન સીમા તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશ વિસ્તારમાં ‘રાફેલ ફાઈટર પ્લેન’નો યુદ્ઘાભ્યાસ

Social Share

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની આસપાસ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારત અને ચીનની સેના સામસામે છે,ત્યારે આ સમગ્ર તણાવની સ્થિતિને જોતા રાફેલ વિમાન દ્વારા રાત્રીના સમયે હિમાચલ પ્રદેશ વિસ્તારની આસપાસ ઉડાનનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે,ઉલ્લેખનીય છે કે આ રાફેલ વમાનો થોડા સમય પહેલા જ ફ્રાંસથી ભારતને સોંપાવામાં આવ્યા હતા જેના થકી ભારતીય વાયુ સેનાની તાકાતમાં વધારો થયો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે,પહાડી વિસ્તારોમાં કોઈ પણ પ્રકારની યુદ્ધની શક્યતાઓની તૈયારીઓ માટે વાયુસેનાના પાયલટ હિમાચલ પ્રદેશમાં રાફેલ લડાકૂ વિમાન સાથે ટ્રેનિંગ લઈ રહ્યા છે, જો કે આ યુદ્ધાભ્યાસનો મુખ્ય હેતુ એ છે કે,લદ્દાખ વિસ્તારમાં 1597 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે જો હાલાત ગંભીર સર્જાય અથવા તો ચીનની સેના દ્વારા કઈપણ કાવતરુ કરવામાં આવે તો રાફેલ વિમાન સાથે પાયલટ તરત એક્શન લઈ શકે.

ફ્રાંસ તરફથી મળેલા 5 રાફેલ વિમાનો રાત્રીના સમયે હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ઉડાનનો અભ્યાસ કરી રહ્યા છે,જેથી કરીને હવામાંથી હવા પર હુમલો કરનારી મિસાઈલ અને SCALP જેવા અટલે કે હવામાંથી જમીન પર હુમલો કરતા હથિયારો સાથે ગોલ્ડન એરો સ્કોવોડ્ન કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયારી દર્શાવી શકે.

ઉલ્લખનીય છે કે ભારત સરકાર એ ફ્રાંસની કંપની ઘસોલ્ટ એવિએશન સાથે 36 રાફેલ ફાઈટર પ્લેન ખરીદવા માટેનો કરાર કર્યો હતો જે હેઠળ પ્રથમ તબક્કામાં 5 રાફેલ વિમાનો ભારતને 29 જુલાઈના રોજ સોંપવામાં આવ્યા હતા.

આ ફાઈટર પ્લેનની ટ્રેનિંગ બાબતે સરકારી અધિકારીએ કહ્યું હતું કે, પહાડી વિસ્તારમાં અભ્યાસ કરી રહેલા રાફેલ લડાકુ વિમાનોને એલએસીથી દૂર રાખવામાં આવી રહ્યા છે. કારણ કે  ચીનના કબજા હેઠળના વિસ્તાર અક્સાઇ ચીનમાં પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના રડારથી તેની ફિકવન્સિની ઓળખ ન થાઈ શકે તે માટે આમ કરવામાં આવી રહ્યું છે.

ફાઈટર પ્લેનના નિષ્ણાંતોનું કહેવું છે કે, આ રાફેલનો ઉપયોગ લદ્દાખ ક્ષેત્રમાં પ્રશિક્ષણ માટે પણ કરવામાં આવી શકે છે, કારણે આ તમામ લડાકૂ વિમાન પીએસપી એટલે કે પ્રોગ્રામેબલ સિગ્નલ પ્રોસેસર અથવા તો દુશ્મનોની હાજરીમાં પોતાની ફિકવન્સિને બદલવાની ક્ષમતા પણ ધરાવે છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ચીનની સેના એ સ્પષ્ટ ઈલેક્ટ્રોનિક લાઈન ઓફ વ્યૂ માટે અક્લસાઈ ચીન ક્ષેત્રમાં પહાડોની ટોચ પર પોતાના ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજેન્ટ્સ રડારને તૈનાત કર્યા છે.પરંતુ રાફેલ વિમાન યુદ્ધ સમયે બીજી ફિકવન્સિ પર કામ કરી શકે છે

સાહીન

Exit mobile version