21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ પ્રસંગે યોગગુરુ બાબા રામદેવ મહારાષ્ટ્રમાં હાજર રહેશે. બાબા રામદેવ મહારાષ્ટ્ર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસ સાથે નાંદેડમાં યોગ કરશે.
યોગ દિવસ પહેલા રામદેવે કહ્યુ છે કે પીએમ મોદી જાહેરમાં યોગ કરે છે. ભૂતપૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી ખાનગીમાં યોગ કરતા હતા. પરંતુ તેમની આવનારી પેઢીએ યોગ્ય કર્યો નહીં, માટે તેમની રાજનીતિ બગડી ગઈ. યોગ કરનારાઓના સારા દિવસો આવે છે.
મહત્વપૂર્ણ છે કે 201ની જેમ ફરી એકવાર 2019માં કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. 2014માં 44 બેઠકો જીતનાર કોંગ્રેસને 2019માં 52 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ છે. તેવામાં આ ખરાબ પ્રદર્શનના બહાને બાબા રામદેવેને કોંગ્રેસ પર નિશાન સાધવાનો મોકો મળી ગયો છે અને આ વખતે તેમણે યોગને લઈને કોંગ્રેસને નિશાને લીધી છે.
21 જૂને ઉજવવામાં આવનારા યોગ દિવસે સંયુક્ત રાષ્ટ્ર સહીત ઘણાં દેશ તેના માટે મોટા આયોજન કરવામાં લાગેલા છે. આના માટે પીએમ મોદી પણ તૈયાર છે.
પીએમ મોદી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અલગ-અલગ યોગ ક્રિયાના વીડિયો પણ ટ્વિટ કરે છે. પીએમ મોદી કહે છે કે યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવો અને બીજાને પણ આમ કરવા માટે પ્રેરીત કરો. યોગથી થનારા ફાયદા શાનદાર હોય છે.
વડાપ્રધાન મોદીની કોશિશોને કારણે જ 11 ડિસેમ્બર-2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું એલાન કર્યું હતું. ભારતના પ્રસ્તાવ પર 170થી વધારે દેશોએ સંમતિ વ્યક્ત કરી હતી અને તે સંયુક્ત રાષ્ટ્રમાં ઈતિહાસ હતો.