Site icon hindi.revoi.in

રામવિલાસ પાસવાનની અંતિમ વિદાય – પીએમ મોદીએ આપી શ્રધ્ધાંજલિ

Social Share

બિહારના રાજકીય નેતા અને કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાનનું વિતેલા દિવસની સાંજે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. 74 વર્ષના રામ વિલાસ પાસવાનને છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં  સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા.

વિતેલા દિવસ ગુરુવારની સાંજે તેમના પુત્ર અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને તેમના નિધન વિશેની જાણકારી આપી હતી.વડા પ્રધાનથી લઈને રાષ્ટ્રપતિ સુધીના ઘણા દિગ્ગજોએ કેન્દ્રીય પ્રધાનના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. આજે રામ વિલાસ પાસવાનના પાર્થિવ દેહને પટના લઈ જવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ રામવિલાસ પાસવાનને અંતિમ શ્રધ્ધાજલિ આપી હતી, 12 જનપથ પર રામવિલાસ પાસવાનનાન પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે,જ્યા તમામા મોટા નેતાઓ અધિકારીઓ આવી રહ્યા છે, દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ચિરાગ પાસવાન અને પરિવારના અન્ય સભ્યો સાથે મુલાકાત કરી હતી.

સાહીન-

 

Exit mobile version