Site icon Revoi.in

રક્ષાબંધનઃ- આ વર્ષ દરમિયાન ભાઈ-બહેનના પવિત્ર પર્વની ઉજવણી કંઈક અલગ રીતે

Social Share

સાહીન-

સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવાની પણ ફરજ પડી હતી,દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી જ રહ્યું છે.જ્યારે લોકોડાઉન હતુ ત્યારે કેસ ઓછા હતા પરંતુ જેવું લોકડાઉન અનલોક-1 કરીને ખુલ્લુ મૂકાયુ ત્યાર બાદ દેશભરમાં કેસની સંખ્યામા વધારો થતો જ ગયો.હવે દરેક પ્રકારની છૂટછાટ હોવા છત્તાં કોરોનાના કારણે લોકો બહારગામનો પ્રવાસ કરવાનું ટાળે છે,ત્યારે આ કોરોનાની વચ્ચે રક્ષાબંધનનો પાવન પર્વ આવ્યો છે.

હવે શ્રાવણ મહિનાના તમામ તહેવારો પણ આ સંકટમાં જ પસાર થવાના છે,ત્યારે રક્ષાબંધનના પર્વમાં દર વર્ષે બહેનો પોતાના ભાઈના ત્યા રાખડી બાંધવા જતી હોય છે પરંતુ આ વર્ષ દરમિયાન કોરોના વાયરસના કારણે સતત લોકોને ડર સતાવી રહ્યો છે,તો બીજી તરફ કેટલીક જગ્યાએ વાહનો પર રોકના કારણે બહેન પોતાના ભાઈના ઘરે જવામાં મુશ્કેલી પડતી હોય છે,સતત કોરોનાના વધતા કેસના કારણે કેટલીક બહેનોએ પોતાના ભાઈને પોસ્ટ કે કુરિયરના માધ્યમથી રાખડી મોકલવાનું પસંદ કર્યુ છે.

બીજી એક વાત એ પણ છે કે,સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાના હેતુંથી પણ કેટલીક બહેનો ભાઈના ઘરે જવાનું ટાળી રહી છે,કારણ કે ટ્રાવેલિન્ગના કારણે પણ કોરોના સંક્રમણ લાગવાની શક્યતાઓ વધુ રહેલી છે,એટલે એક જોતા બહેન પોતાના ભાઈના ઘરે ન જઈને ભાઈની રક્ષા જ કરી રહી છે એમ કહી શકાય.

જો બહેન પોતાના ઘરેથી પોતાના ભાઈના ત્યા જાય અને ભગવાન ન કરે બહેન સંક્રમિત થાય તો પછી સામે વાળું પરિવાર પણ જોખમમાં મૂકાય,એટલે આ સમય એવો છે કે બહેન દુર રહીને પણ ભાઈની રક્ષા કરે અને પોસ્ટ કે કુરિયર જેવા માધ્યમો દ્રારા ભાઈને રાખડી પહોંચાડી દે તે ખુબ જ હીતાવહ છે.એકબીજાના ઘરે જવું પણ હોલની સ્થિને જોતા ટાળવવું આપણા દરેક માટે હીતાવહ છે,ઘરે રહીને પણ તહેવારની મજા માણી શકાય છે,પરંતુ જીવનદાન એકવાર મળ્યું છે તો તેની કાળજી લેવી જોઈએ,આ કોરોના વાયરસ એવી બિમારી છે કે જો આપણે આપણું જ ધ્યાન નથી રાખી રહ્યા તો તેના સામે કેટલાક બીજાઓને પણ ખતરો ઊભો થાય છે,અટલે આપણે કાળજી લેવી જરુરી છે,

રક્ષાબંધનના આ પર્વ પર આ વર્ષે  કોરોનાના સંકટને લઈને ઘણો બદલાવ જોવા મળ્યો છે,મોટા ભાગની બહેનો ભાઈના ઘરે ન જતા રાખડીઓ બીજા માધ્યમ જેમ કો પોસ્ટ કરીને કે કપરિયર કરીને  દે છે આ વર્ષે આમ કરનારી બહેનોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયેલો જોઈ શકાય છે,જો કે આમ કરવા પાછળ બહેનનો હેતું ભાઈની રક્ષાનો જ છે.

બીજી તરફ દેશમાં કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે,ત્યારે આ સ્થિતિમાં પણ આ બહેનો તેમના ભાઈને રાખડી નહી બાંધી શકે,કેટલાક કેસમાં બહેન તો કેટલાક કેસમાં ભાઈ કોરોના સંક્રમિત હોવાના કારણે સારવાર લઈ રહ્યા છે,જેથી તેઓનો આ પર્વ જાણે ગ્રહણ સમાન બનેલો જોઈ શકાય છે,ત્યારે આજના આ દિવસે દરેક ભાઈ તેની બહેનની રક્ષાની પ્રાર્થના કરી રહ્યા છે તો બીજી તરફ બહેનો પણ પોતાના ભાઈ સલામત રહે તેવી પ્રાર્થના ઈશ્વરને કરી રહ્યા છે.