Site icon hindi.revoi.in

રાજકારણના મહારથી અમરસિંહનું 64 વર્ષની વયે નિધન

Social Share

રાજકારણના ગઝબ મહારથી અમરસિંહનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેઓની છેલ્લા છ મહિનાથી સિંગાપુરમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવારે બપોરે તેમનું નિધન થયું છે. . એક જમાનામાં તે સમાજવાદી પાર્ટીના સૌથી અસરદાર નેતા હતા. તેમનો દબદબો હતો પણ તે ઘણા વર્ષોથી સાઇડલાઇન કરાયા હતા.

અમર સિંહ વર્તમાનમાં ઉત્તર પ્રદેશથી રાજ્યસભા સાંસદ હતા. 5 જુલાઈ 2016ના તેમને ઉચ્ચ સદન માટે ચૂંટવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીમાંથી અલગ થયા પછી તેમની સક્રિયતા ઓછી થઈ ગઈ હતી. પરંતુ બીમાર થતાં પહેલા તેઓ ભાજપની નજીક આવી રહ્યાં હતા. તેમના રાજનીતિક સફરની શરૂઆત 1996માં રાજ્યસભા સદસ્ય બનવાની સાથે શરૂ થઈ હતી.

એસપી નેતા મુલાયમ સિંહ યાદવ સિવાય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમજ અનીલ અંબાણીના નીકટના સાથી મનાતા અમરસિંહ સાથે નજીકનો સંબંધ રહ્યો છે. અમિતાભ બચ્ચન વિશે અમરસિંહે નારાજગીભર્યા વિધાનો કરવા છતાં અમિતાભ સિંગાપોર ખાતે તેમની ખબર પૂછવા ગયા હતા. એ પછી અમરસિંહે અગાઉના વિધાનો બદલ અમિતાભની માફી માંગી હતી.

_Devanshi

Exit mobile version