1. Home
  2. revoinews
  3. રાજ્યસભાની ચૂંટણી ઉપર દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ વેબકાસ્ટિંગથી રાખશે નજર
રાજ્યસભાની ચૂંટણી ઉપર દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ વેબકાસ્ટિંગથી રાખશે નજર

રાજ્યસભાની ચૂંટણી ઉપર દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ વેબકાસ્ટિંગથી રાખશે નજર

0
  • સ્પેશિયલ ઓબસર્વર પણ રહેશે ઉપસ્થિતિ
  • ભાજપ-કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો ઉપર આગામી તા. 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા પણ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. તેમજ રાજ્યસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ પણ ચૂંટણી ઉપર નજર રાખશે.

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે તા. 19મી જૂનના રોજ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા 3 અને કોંગ્રેસ દ્વારા બે ઉમેદાવોરને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવતા ખરાખરીનો જંગ જામશે. કોંગ્રેસના ત્રણેક ધારાસભ્યોએ તાજેતરમાં જ પંજાનો સાથ છોડીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમજ અગાઉ પણ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતા. જેથી રાજ્યસભાની આ ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા ડેમેજ કંન્ટ્રોલની કામગીરી કરાઈ રહી છે. એટલું જ નહીં કોંગ્રેસના ધારાસભ્યોને અમદાવાદમાં લાવવામાં આવ્યાં છે અને હાલ એક હોટલમાં રાખવામાં આવ્યાં છે. રાજ્યસભાની આ ચૂંટણીમાં ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટીના બે ધારાસભ્યોના મત મહત્વના સાબિત થશે. જેથી તેઓ કોને મત આપે છે તે જોવુ રહ્યું.

ચૂંટણી પંચે પણ રાજ્યસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યસભા ચૂંટણી મામલે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથે ગુજરાત ચુંટણી આયોગની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યસભા ચૂંટણી દરમિયાન ગુજરાતમાં સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. રાજ્યસભા ચૂંટણીને લઇન ગુજરાતમાં મતદાનથી મતગણતરીની પ્રક્રિયા પૂણ થાય ત્યાં સુધી સ્પેશિયલ ઓબસર્વર ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં સમગ્ર મતદાન પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમવાર વેબકાસ્ટિંગ દ્વારા દિલ્હીથી પણ અધિકારીઓ નજર રાખશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.