1. Home
  2. revoinews
  3. રાજ્યસભા ચૂંટણી : છોટુ વસાવા અને ભાજપના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક
રાજ્યસભા ચૂંટણી : છોટુ વસાવા અને ભાજપના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક

રાજ્યસભા ચૂંટણી : છોટુ વસાવા અને ભાજપના નેતાઓ વચ્ચે બંધબારણે બેઠક

0

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિધાનસભા સંકુલ પહોંચ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસને હારનો ડર લાગી રહ્યો છે. ભાજપના ધારાસભ્યો એક છે. જ્યારે કોંગ્રેસમાં જૂથબંધી છે. મતગણતરી પછી કોંગ્રેસની જૂથબંધી સામે આવશે. રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય ઉમેદવારોની જીત થાય છે.

રાજ્યસભાની ચૂંટણીમાં બીટીવીના બે ધારાસભ્યો, એનસીપીના એક ધારાસભ્ય અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો મત મહત્વની ભૂમિકા ભજવશે. તેમજ આ જ ધારાસભ્યોના મત ભાજપના એક અને કોંગ્રેસના એક ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે. ત્યારે ભાજપના સિનિયર નેતા અને બીટીપના છોટુ વસાવા વચ્ચે બંધ બારણે બેઠક મળી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ કોંગ્રેસના સાત ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. તેમજ માતરના ભાજપના મતદારે પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત ભાજપના સિનિયર ધારાસભ્ય કૌશિક પટેલે પણ મતદાન કર્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્યના મંત્રી આર.સી ફળદુએ પ્રથમ મતદાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો મતદાન કરવા માટે વિધાનસભા સંકુલ પહોંચ્યાં હતા. મતદાન કરવા પહોંચેલા કોંગ્રેસના ધારાસભ્યોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના તરફથી પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી મતદાન કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણેય બેઠક ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસમાંથી ક્રોસ વોટીંગના સંકેત આપ્યાં હતા.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 3 અને કોંગ્રેસે બે ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યાં છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના 103, કોંગ્રેસના 65, એનસીપીના એક, એક અપક્ષ ધારાસભ્ય અને બીટીપીના બે ધારાસભ્યો મતદાન કરશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.