- રાજમાતા સિંધિયાની જન્મ જયંતિ
- પીએમ મોદીએ 100 રુપિયાના સિક્કાનું અનાવરણ કર્યું
- રાજમાતાએ સમગ્ર જીવન દેશ સેવામાં સમર્પિત કર્યુ હતું
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ દેશની સેવામાં પોતોનું જીવન સમર્પિત કરનારા શાસક એવા રાજમાતા વિજયરાજે સિંધિયાની 100 મી જન્મજયંતિ નિમિત્તે 100 રૂપિયાના સિક્કાનું અનાવરણ કર્યું છે.
વડા પ્રધાન મોદીએ કોરોના વાયરસને કારણે વર્ચુઅલ સમારોહ દ્વારા આ સિક્કો આપણા દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે પીએમ મોદી કહ્યું કે, ‘રાજમાતા સિંધિયાએ પોતાનું સમગ્ર જીવન ગરીબ લોકોને સમર્પિત કર્યું હતું. તેમણે સાબિત કર્યું જન પ્રતિનિધિઓ માટે તેઓ રાજદસત્તા નહી પરંતુ કે ‘જાહેર સેવા’ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીએ તેમના સંબોધનમાં રાજમાતા વિશે કહી આ વાતો
- ત્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવીને રાજમાતા સિંધિયાએ દેશને મહિલા સશક્તિકરણના દ્રષ્ટિકોણને આગળ વધાર્યો છે.
- રાજમાતાએ રાષ્ટ્રના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન સમર્પિત કર્યું હતું.
- દેશની આવનારી પેઢી માટે તેમણે પોતાના તમામ સુખોનો ત્યાગ કર્યો હતો.
- રાજમાતા એ ન તો પદ અને પ્રતિષ્ઠા માટે જીવન જીવ્યું હતું કે ન તો તેઓ એ રાજનિતી કરી
- રાજમાતા એ સમગ્ર જીવન દેશની સેવામાં સાચા હ્દયભાવથી સમર્પિત કર્યું હતું, જેના કારણે આજે પણ લોકો તેમને યાદ કરી રહ્યા છે
- છેલ્લી સદીમાં દેશના લોકોને સાચી દિશા બતાવનારા લોકોમાં રાજમાતા સિંધિયાનો સમાવેશ થાય છે
- તે માત્ર વાત્સલ્ય મૂર્તિ જ નહી પરંતુ એક નિર્ણાયક અને કુળશ પ્રાશસક હતા
- આ સિક્કો રાજમાતા વિજયરાજે સિધિયા માટે એક સ્મારક તરીકે જારી કરવામાં આવ્યો છે.
- નાણાં મંત્રાલયે રાજમાતા વિજયરાજે સિંધિયાની જન્મજયંતિ નિમિત્તે આ સિક્કો બહાર પાડ્યો છે.
સાહીન-