
સાઉથની સુપરહિટ ફિલ્મના હિન્દી રિમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ
- રાજકુમાર રાવની આગામી ફિલ્મની ઘોષણા
- સાઉથ ફિલ્મ હિટના હિન્દી રિમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ
- સૈલેશ કોલાનુ કરશે ‘હિટ’ના હિન્દી રિમેકનું નિર્દેશન
બોલિવૂડના શાનદાર એક્ટર રાજકુમાર રાવના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રાજકુમારની આગામી ફિલ્મની ઘોષણા થઈ ગઈ છે. રાજકુમાર રાવની જોરદાર ભૂમિકા તેલુગુની હિટ ફિલ્મના હિન્દી રિમેકમાં જોવા મળશે, તે એક રોમાંચક ફિલ્મ હશે. હિટનું નિર્દેશન સૈલેશ કોલાનુએ કર્યું હતું, જ્યારે તે હિન્દી રિમેકનું નિર્દેશન પણ કરશે. આ ફિલ્મ હાલ પ્રી પ્રોડક્શન સ્ટેજ પર છે અને અપેક્ષા છે કે તે આવતા વર્ષ સુધીમાં રિલીઝ થઈ જશે.
રાજકુમાર રાવની આ ફિલ્મને દિલ રાજુ અને કુલદીપ રાઠોડ પ્રોડ્યુસ કરી રહ્યા છે. હિટ સાઉથની સુપરહિટ ફિલ્મમાંથી એક છે અને હવે એવી અપેક્ષા છે કે તેની હિન્દી રિમેક પણ દર્શકોને પસંદ આવશે. રાજકુમાર રાવ સાથેની આ ફિલ્મમાં અભિનેત્રી કોણ હશે તેની ઘોષણા કરવામાં આવી નથી.
રાજકુમાર રાવના હાથમાં આ સમયે ઘણી બધી ફિલ્મો છે, લુડો ઉપરાંત તે રૂહી-અફજા અને છલાંગ ફિલ્મોમાં પણ નજરે પડશે. જાહ્નવી કપૂર રૂહી-અફઝામાં રાજકુમાર રાવની સાથે જોવા મળશે. લુડોમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, ફાતિમા સના શેખ, આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે.
રાજકુમાર રાવે બોલિવૂડની ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2019 ની તેમની ફિલ્મ મેડ ઇન ચાઇના રિલીઝ થઈ હતી, આ સિવાય તે સિમલા મિર્ચીમાં પણ જોવા મળ્યો હતો. આ દિવસોમાં ઘણી સાઉથની ફિલ્મોની રીમેક બનાવવામાં આવી રહી છે, શાહિદ કપૂરની ફિલ્મ ‘કબીર સિંહ’ અને તેની આગામી ફિલ્મ ‘જર્સી’ પણ સાઉથ ફિલ્મોની જ હિન્દી રિમેક છે.
(Devanshi)