Site icon hindi.revoi.in

રાજકોટ: ઉનાળામાં આકરા તડકા માટે રહેજો તૈયાર, ભીષણ ગરમી શરૂ

Social Share

રાજકોટ સહીત રાજ્યભરમાં ગરમીના દિવસો શરૂ થઇ ગયા છે. શિયાળાની વિધિવત વિદાય પહેલા ઉનાળાના આકરા તાપની અત્યારથી શરૂઆત થઇ છે. રાજકોટમાં એકાએક છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો વધારો નોંધાયો છે. બપોરે એકાએક તાપ પડવાથી લોકોને ખાસ્સી એવી મુશ્કેલી પડી રહી છે, જો કે, ભીષણ ગરમીના તાપ માટે લોકોએ તૈયાર રહેવું પડશે.

જાણકારોના કહેવા અનુસાર ગુજરાતમાં આ વખતે ગરમીનો પારો 42થી 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ગુજરાતમાં ઈડર અને સૌરાષ્ટ્રમાં ગરમી વધતા પાણીની સમસ્યા પણ સર્જાય છે.

ગરમીનો પારો ગુજરાતમાં કેટલીકવાર એટલો વધી જાય છે કે કેટલાક રાજ્યના કેટલા શહેરોમાં રોડ પીગળવાની પણ ઘટનાઓ પણ સામે આવેલી છે. ગયા વર્ષે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં એવી ઘટનાઓ સામે આવી હતી જેમાં રોડ પીગળવાની ઘટનાઓ બની હતી.

ગરમીથી બચવા સલાહકારો એવી પણ સલાહ આપે છે કે લોકોએ પોતાની સાથે હંમેશા લીંબુ સરબતની બોટલ અથવા પાણી રાખવુ અને ગરમી દરમિયાન પાણી ખુબ પીવુ જેથી કે શરીરમાં પાણીની માત્રા બની રહે અને શરીરને લૂ લાગવાનો ભય પણ ન રહે.

-દેવાંંશી

Exit mobile version