Site icon hindi.revoi.in

ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે આજથી રાજીવ કુમારે પોતાનો પદભાર સંભાળ્યો

Social Share

પૂર્વ નાણા સચિવ રાજીવ કુમાર એ મંગળવારના રોજ ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સંભાળી લીધી છે, તેઓ મુખ્ય ચૂંટણી આયોગ સુનીલ અરોડા અને ચૂંટણી આયુક્ત સુશીલ ચંદ્ર સાથે ભારત ચૂંટણી પંચના સભ્ય છે.૧૯૮૪ ની બેચના, ઝારખંડ કેડરના આઇએએસ અધિકારી રાજીવ કુમારને વિવિધ ક્ષેત્રોમાં જાહેર નીતી અને વહીવટનો ત્રણ દાયકાથી પણ વધુ સમયનો અનુભવ ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે ,અશોક લવાસાએ વિતેલી 18 ઓગસ્ટના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપતા નવા કમિશનર તરીકે પૂર્વ નાણા સચિવ રાજીવ કુમારની ભારત ચૂંટણી કમિશનરના પદ પર પસંદગી કરવામાં આવી હતી, રાજીવ કુમાર સપ્ટેમ્બર 2017માં ફાયનાન્સ સર્વિસિસ સેક્રેટરી તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, જાહેર ક્ષેત્રની બેંકોને મજબુત બનાવવાની કેન્દ્રની યોજનાને અમલમાં મૂકવામાં રાજીવ કુમારની ખાસ ભૂમિકા હતી,નાણાકીય સમાવેશનનાં હેતુસર પ્રધાનમંત્રી જનધન યોજના અને મુદ્રા લોન યોજના જેવી અનેક યોજનાઓનાં અમલીકરણ પર તેમણે નિષ્ઠા પૂર્વક કાર્ય કર્યું છે, ત્યારે હવે આજથી તેઓ કાયદા મંત્રાલય દ્વારા નવા ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી નિભાવશે.

સાહીન-

 

 

Exit mobile version