Site icon Revoi.in

રાજીવ ગાબાને નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા

Social Share

નવી દિલ્હી: 30મી મેના રોજ સાંજે સાત વાગ્યે નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે. હાલ સૌની નજરો પીએમ મોદીના નવા કેબિનેટની રચનાની ગતિવિધિઓ પર મંડાયેલી છે. ચર્ચાઓ કોને ક્યું મંત્રાલય મળવાની શક્યતાઓની અટકળબાજીઓ પર કેન્દ્રીત છે. ત્યારે નવી સરકારનું કામકાજ શરૂ થતા જ મહત્વના પદો પર બેઠેલા ઘણાં બ્યૂરોક્રેટ્સના કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યા છે. તેમાં કેબિનેટ સચિવ, સંરક્ષણ સચિવ, આઈબી અને રૉના પ્રમુખોના પદ સામેલ છે. અહેવાલોમાં રાજીવ ગાબાને નવા કેબિનેટ સચિવ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

રાજીવ ગાબા 1982ની ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી છે. કેબિનેટ સચિવાલયના કામકાજથી રૂબરૂ થવા માટે તેઓ ઓફિસર ઓન સ્પેશયલ ડ્યૂટી તરીકે પહેલી જૂનથી પદભાર ગ્રહણ કરે તેવી શક્યતા છે.

હાલના કેબિનેટ સચિવ પી. કે. સિંહાનું એક્સટેન્શન જૂનના મધ્યમાં સમાપ્ત થઈ રહ્યં છે. પી. કે. સિંહાને ગત વર્ષ જૂનમાં એક વર્ષનું બીજું એક્સટેન્શન મળ્યું હતું. તેવી રીતે તેમમે પોતાના પુરોગામી અજીત સેઠની જેમ જ ચાર વર્ષની સેવા આપી છે.

નવા સંરક્ષણ સચિવને 30મી મે સુધીમાં નિયુક્ત કરવાના છે. સંરક્ષણ સચિવના પદ માટે ઘણાં નામો પર અટકળબાજી લગાવાઈ રહી છે, જેમાં સંરક્ષણ ઉત્પાદન સચિવ અજય કુમાર, બેન્કિંગ સચિવ રાજીવ કુમાર, પર્યાવરણ સચિવ સી. કે. મિશ્રા અને ઊર્જા સચિવ અજય ભલ્લાના નામની પણ અટકળબાજી છે. બ્યૂરોક્રેટ્સના મુખ્ય પદોમાંથી સંરક્ષણ સચિવ ચાર મોટા પદોમાંથી એક છે, તેમાં બે વર્ષનો કાર્યકાળ મળે છે.

ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓ આઈબી અને રૉને પણ નવા પ્રમુખોની જરૂરત છે. હાલના પ્રમુખોનો વિસ્તારીત કાર્યકાળ 29 મે અને 30 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

આમાના કેટલાક નિર્ણયો 30મી મેના રાજ સાંજે સાત વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળના શપથગ્રહણ પહેલા લેવામાં આવે તેવી શક્યતા છે.