- રાજસ્થાન સરકારે આપ્યા આદેશ
- કેટલાક જીલ્લાઓમાં ડિસેમ્બર મહિનામાં રહેશે નાઈટ કર્ફ્યૂં
- શાળા-કોલેજો પણ બંધ રાખવાનો નિર્ણય
રાજસ્થાન સરકાર એ કોરોનાના સંક્રમણને અટકાવ 31 ડિસેમ્બર સુધી કોટા, જયપુર, જોધપુર, બિકાનેર, ઉદેપુર, અજમેર, ભિલવારા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગરના દૂરના મુખ્યાલય શહેરોની શહેરી સીમા અંદર રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાની યોજના બનાવી છે. જે થકી કોરોના પર કાબુ મેળવવામાં ફાયદો રહે.
રાજસ્થાન સરકારના જણાવ્યા પ્રમાણે, 31 ડિસેમ્બર, 2020 સુધી નિયંત્રણ વિસ્તારોમાં લોકડાઉન લાગુ રહેશે. આ સાથે જ ફક્ત આવશ્યક સેવાઓને મંજૂરી આપવામાં આવશે. તેમજ રચાયેલી મોનિટરિંગ ટીમો દ્વારા ઘરે-ઘરે સઘન દેખરેખ રાખવામાં આવશે.
સરકારે આ બાબતે સ્પષ્ટ કરવા માટે નોટિસ ફટકારી છે કે 31 ડિસેમ્બર સુધી શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સાથે જ સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ અને ભીડવાળી જગ્યાઓ પણ બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. બીજી તરફ 31 ડિસેમ્બર સુધી સામાજિક, રાજકીય, રમતગમત, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો અને મોટા કાર્યક્રમો કરવા અંગે આપવામાં આવશે નહી
સાહિન-