જયપુર: રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોતે ક્હ્યુ છે કે રાજસ્થાનની સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરામાંથી દાનની પ્રેરણા મળે છે અને ભાવિ પેઢી પણ આ ગૌરવશાળી પરંપરાઓને આત્મસાત કરે. તેના માટે અમારી સરકાર વૈદિક શિક્ષણ અને સંસ્કાર બોર્ડની સ્થાપના કરશે.
ગહલોતે જયપુરમાં બિરલા સભાગારમાં 25મા રાજ્યસ્તરીય ભામાશાહ સમ્માન સમારંભને સંબોધિત કરતા આના સંદર્ભે ઘોષમા કરી હતી. મુખ્યપ્રધાન ગહલોતે આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રમાં આર્થિક સહયોગ આપનારાઓને ભામાશાહ સમ્માનથી સમ્માનિત કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ભામાશાહોએ શિક્ષણ જેવા પવિત્ર કાર્ય માટે જે સહયોગ કર્યો છે, તેનો અહેસાસ મને અને મારી સરકારને છે.
તેમણે કહ્યુ હતુ કે લોકશાહીમાં સરકારો આવે અને જાય છે. પરંતુ ઈતિહાસ સાથે છેડછાડ અને શિક્ષણમાં રાજનીતિ હોવી જોઈએ નહીં. ગહલોતે કહ્યુ છે કે યુપીએ સરકારે સમય ઉદ્યોગોને પોતાની આવકનો હિસ્સો કંપની સોશયલ રિસ્પોન્સિબિલિટી ગતિવિધિઓ માટે આપવો અનિવાર્ય કરવામાં આવ્યો હતો. આ એક ઐતિહાસિક નિર્ણય સાબિત થયો, તેનાથી શિક્ષણ, આરોગ્ય સહીત અન્ય સામાજિક ક્ષેત્રોમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત થઈ છે અને સામાન્ય લોકોને આનો લાભ મળી રહ્યો છે.
આ પ્રસંગે તેમણે ભામાશાહો તથા તેમને પ્રેરીત કરનારા પ્રેરકોની જાણકારી સંબંધિત પુસ્તક પ્રશસ્તિયાંનું વિમોચન પણ કર્યું હતું. શિક્ષણ રાજ્ય પ્રધાન ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યુ હતુ કે અમારી સરકાર શિક્ષણના સર્વાંગીણ વિકાસ માટે દરેક શક્ય કોશિશ કરશે. અમે શિક્ષણને રોજગારોન્મુખ બનાવીશું.