Site icon hindi.revoi.in

ઉત્તરભારતને વરસાદે ધમરોળ્યું- અનેક રાજ્યોમાંપુરની સ્થિતિ – લાખો લોકોનું જનજીવન ખોરવાયું

Social Share

સમગ્ર દેશમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ શરુ જ છે, કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં છે. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતનાં પાંચ જેટલા રાજ્યો ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં છે, વરસાદનો તાંડવ સતત શરુ છે તો બિહારમાં અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે, સૌથી વધુ પુરની સ્થિતિ રાજ્ય બિહારમાં  જોવા મળી રહી છે .જ્યા લોકોને એક સ્થળેથી બીજા સ્થળ પર સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દિલ્હી મોખરે છે,આ સાથે જ ઉત્તર ભારતમાં આવેલા કેટલાક રાજ્યોમાં આવનારા બે દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે, દક્ષિણ અને પશ્મિમાં ફૂકાય રહેલા પવનના કારણે સમગ્ર દેશના મોટા ભાગના વિસ્તારોમાં આવનારા બે થી ત્રણ દિવસ મૂસળધાર વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

બિહારમાં સર્જાઈ પુરની સ્થિતિ

અનાધાર વરસી રહેલા વરસાદને લીધે બિહારમાં 16 જિલ્લાઓમાં ભારે પૂરની સ્થિતિ સર્જાય છે, અહીં 75 લાખથી પણ વધુ લોકો પુરની અસરસમાં સંપડાયા છે, બિહારની દરેક નાની મોટી નદીઓના પાણી સપાટી વટાવી ચૂકતા આસપાસના ગામો ટાપુમાં ફેરવાયા હોય તેવા હાલ જોવા મળી રહ્યા છે.

બિહારની નદીઓ ગાંડીતૂર બની

બિહારમાં આવેલ બાગમતી નદી, સીતામઢી, મુઝફ્ફરપુર અને દરભંગામાં, બૂડી ગંડક સમસ્તિપુર અને ખગડિયામાં અને ઘાઘરા નદી સિવાનમાં પાણીની સપાટી એટલી હદે વટી છે કે પાણી આસપાસના ગામોમાં ભરાય ચૂક્યા છે,લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે,સતત પાણીના ભરાવાના કારણે ગંભીર સ્થિતિનવો સામલો લોકો કરી રહ્યા છે.

દિલ્હીમાં પણ વરસાદનું જોર યથાવત

દેશની રાજધાની દિલ્હીમાં સતત વરસતા વરસાદને પગલે પાણી રસ્તાઓ પર ફળી વળ્યા છે,જેને લઈને ટ્રાફીકની સમસ્યાઓ સર્જાઈ રહી છે,અનેક રોડ રસ્તાઓ પણ વાહન ચાલતા જાણે દરિયાની લહેર જેવા મોજા ઉછળતા જોવા મળ્યા છે,જનજીવન પર તેની માઠી અસર જોવા મળી રહી છે.

મધ્ય પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું

બીજી તરફ રાજ્ય મધ્ય પ્રદેશમાં ઓરેંજ એલર્ટ જારી કરવામાં આવ્યું છે,આ રાજ્યનાકુલ આઠ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાષ્ટ્રીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદની આગાહી કરી હતી. રાષ્ટ્રીય અને રાજ્યોના નેશનલ ડિઝાસ્ટર રિલિફ વિભાગને સ્ટેનબાઈ રહેવાની સુચવનાઓ આપવામાં આવી છે.

સાહીન-

Exit mobile version