1. Home
  2. revoinews
  3. અમદાવાદમાં મેઘમહેરઃ ધીમીધારે વરસ્યો વરસાદ
અમદાવાદમાં મેઘમહેરઃ ધીમીધારે વરસ્યો વરસાદ

અમદાવાદમાં મેઘમહેરઃ ધીમીધારે વરસ્યો વરસાદ

0
  • નીચાણવાળા વિસ્તારમાં ભરાયાં પાણી
  • સવારે વાહન ચાલકો થયાં પરેશાન

અમદાવાદઃ શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ  વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતા. તેમજ વહેલી સવારે વરસાદ વરસતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન અમદાવાદમાં આજે વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયું હતું. તેમજ ધીમીધારે વરસાદનું આગમન થયું છે. એસજી હાઈવે, બોપલ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોટકદેવ, સરખેજ, જીવરાજપાર્ક, પ્રહલાદનગર, નવરંગપુરા, જમાલપુર, પાલડી, જીવરાજ પાર્ક, વેજલપુર, બાપુનગર, નરોડા, નિકોલ, સેટેલાઈટ, આશ્રમરોડ, રિવરફ્ર્ન્ટ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદ શહેરમાં સતત પડી રહેલા વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.