રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં મેધ મહેર
જયપુરમાં પારો 24 પર પહોચ્યો
આગાહી મુજબ વરસાદનું જોર શરુ
પાંચ શહેરોમાં ઓરેન્જ એલર્ટ
દેશભરમાં વરસાદનું જોર યથાવત છે, ત્યારે આજે સવારથી રાજસ્થાનના જયપુરમાં વરસાદે જોર પકડ્યું છે, જયપુરના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે આ પહેલા મંગળવારના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરુ થઈ ચુક્યું હતુ વરસાદનું પ્રમાણ રેકોર્ડ નોંધાયો હતો કારણે કે જયપુરમાં ગરમીનો પારો 24 પર આવી ગયો હતો ત્યારે ફોલાદી વિસ્તારમાં તાપમાન સૌથા વધુ 28 નોંધાયુ હતું.
ગઈકાલથી સતત વરસી રહેલા વરસાદને જોઈને હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાનના અજમેર,અલવર,બાંસવાડા,બારાં,ભરતપુર,ભીલવાડા,બૂંદી,ચિત્તોડગઢ,દૌસા,ઘોલપુર,ડૂંગરપુર,જયપુર,જાલાવાડ,કરૌલી,કોટા,પ્રતાપ ગઢ,રાજસમંદ,સવાઈમાધોપુર, ટોંક અને ઉદયપુરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે બારાં,ભીલવાડા,ચિત્તોડગઢ અને જાલાવાડને ઓરેન્જ એલર્ટ જોહેર કરવામાં આવ્યું છે
આ વિસ્તારોમાં વધુ વરસાદ વરસવાની સાથે સાથે વિજળી પડવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે સાથે ભારે તોફાનની પણ આગાહી કરવામાં આવી છે, હવામાન વાગની જાણકારી મુજબ આગળના ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.વિતેલા 24 કલાકમાં અજમેરમાં 21.4,વલસ્થલીમાં 10.4,જયપુરમાં 74.6,પિલાનીમાં 34.2,સિકરમાં 10.0,કોટામાં 99.3,સવાઈ માધોપુરમાં 2.0,ચિત્તોગઢમાં 47.0 એમએમ વરસાદ નોંધાયો છે