દેશભરમાં વરસાદનું તાંડવ ચાલી રહ્યું છે ત્યારે દેશના કેટલાક રોજ્યોમાં તો વરસાદના કારણે પૂરની સ્થિતી પણ સર્જાયેલી જોવા મળી છે,જેને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે,ત્યારે દેશના રાજ્ય ઉત્તરાખંડમાં વરસાદનો કહેર યથાવત છે.દહેરાદૂન, ચમોલી સહિતના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અતિવરસાદને કારણે બાગેશ્વર જિલ્લાની તમામ શાળાઓ આજે મંગળવારના રોજ બંધ રાખવામાં આવે છે.
ચામોલીમાં સોમવારે જાણે વાદળ ફાટ્યું હતુ જેન કારણે લોકોને હોલાકીનો સામનો કરવા પડ્યો હતો, જેમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઉત્તરાખંડમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 34 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ચારેબાજુ તબાહી જોવા મળી છે.ઉત્તરકાશી, ચમોલી, દહેરાદૂન, ટિહરી અને હરિદ્વારમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહીમાં 16 ઓગસ્ટ સુધી વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ છે.
ચમોલીમાં મંગળવારના રોજ જિલ્લામાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 34 લોકોનાં મોત નીપજ્યાં છે અને જાહેર જીવન ખોળવાયું છે. ભારે વરસાદને પગલે જિલ્લાના ઘાટીના વિસ્તારોમાં ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ઘાટીના વિસ્તારોમાં બનેલી દુર્ઘટનામાં વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગની ટીમોએ રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ઘાટી વિસ્તારોના બજારમાં 5 થી 6 દુકાનો તણાઈ હતી સાથે સાથે એક ઘર નદીના પાણીમાં વહી ગયુ હતુ. ત્યારે આ વરસતા વરસાદની તબાહીમાં ચમોલીમાં અત્યાર સુધીમાં માત્ર 15 લોકોના મોત થઈ ચુક્યા છે.ઉત્તરાખંડમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે.