Site icon hindi.revoi.in

મધ્ય પ્રદેશમાં વરસાદનું તાંડવઃમંડાલ જીલ્લામાં 134 મિમી વરસાદ ખાબકતા જનજીવન પર માઠી અસર

Social Share

આમ જોવા જઈએ તો ચોમાસાની ઋતુ પુરી થવાને આરે છે, છતા પણ વરસતા વરસાદને લઈને એમપીમાં તબાહીના દ્રશ્યો સર્જાયા છે,ઠેર-ઠેર પાણી જોવા મળી રહ્યું છે,મધ્ય પ્રદેશમાં નદીઓ ગાંડીતૂર બની છે તો નદી,નાળા,તળાવ પાણીથી છલકાય ઉઠ્યા છે,જેના કારણે વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગળના 3-4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

મંડલા જીલ્લામાં વરસાદે રેકોર્ડ તોડ્યો છે,134 મિલી મીટર વરસેલા વરસાદે તબાહી મચાવી છે, લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ધૂસી ગયા છે,મધ્ય પ્રદેશના સિહોરમાં પાર્વતી નદીમાં તોફાન ઉઠવા પામ્યું છે,જેના કારણે નદીનું પાણી પુલ પર ફળી વળ્યું છે,તો જબલપુરમાં વરસાદને કારણે નર્મદા નદી પર આવેલો બરગી ડેમ પર પણ ખતરો મંડળાઈ રહ્યો છે,સતત વધી રહેલા પાણીના સ્તરને કારણે આ ડેમના 21 દરવાજાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,તે સાથે આ વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યો છે.

સતત વરસી રહેલા વરસાદના કારણે ભોપાલના ભદભદા અને કલિયાસોત ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા જેને લઈને દામખેડા ગામની કેટલીક ઝૂંપડપટ્ટીમાં પાણી ઘુસી ગયું હતું, ત્યારબાદ પાલિકાની ટીમે લોકોને બહાર કાઢ્યા હતા. પૂર પીડિત લોકોને આ વિસ્તારના જ સમુદાય કેન્દ્રમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભોપાલ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે,નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે,લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો છે,પાલીસ અને વહીવટ તંત્ર દ્રારા નદી કાંઠાના વિસ્તારોને સતર્ક રેહવાનું સુચન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સિવની જીલ્લામાં બેનગંગા નદી પર સંજય સરોવર ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે,વરસાદના લીધે ભોપાલ- સાગર સહીતના રસ્તાઓ પ્રભાવિત થયા છે.

હવામાન વિભાગે મધ્યપ્રદેશના ઘણા ભાગોને ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વિદિશા, રાયસેન, સિહોર, ભોપાલ, હોશંગાબાદ, રાજગઢ, હરદા, બેતુલ, બુરહાનપુર, ખંડવા, ખરગોન, બરવાણી, દેવાસ, શાજપુર, અશોકનગર, શીઓપુરકલા, રેવા, સતના, અનુપુર, ડિંડોરી, જબલપુર, નરસિંહપુર, છિંદવાડા માંડલા, સિવની, બાલાઘાટ, પન્ના, દમોહ, સાગર સહિતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શ્કયતાઓ સેવાી રહી છે. હવામાન વિભાગે આ ગામોમાં અલર્ટ જાહેર કર્યું છે.

Exit mobile version