Site icon hindi.revoi.in

ઉત્તર ભારતના આ ભાગોમાં વરસાદની આગાહી: હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

Social Share

હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા ચેતવણી મુજબ, દિલ્હી-એનસીઆર, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં આગામી ત્રણથી ચાર કલાકમાં વરસાદ પડી શકે છે. આ પહેલા પણ હવામાન વિભાગે દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે,અને શીત લહેર પર કાબુ મેળવી શકાય છે.

આઇએમડીના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્ર મુજબ, પશ્ચિમી ખલેલને કારણે, અફઘાનિસ્તાનમાં ચક્રવાતની સ્થિતિ ઉભી થઈ રહી છે. મધ્ય પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન ઉપર પણ એક ચક્રવાત છે. આ ફેરફાર ઉત્તર પશ્ચિમ હિમાલય પ્રદેશના હવામાનને અસર કરી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી હતી, આ પરિવર્તનને કારણે 2 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરીની રાત સુધી પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં વરસાદ, બરફવર્ષા, વીજળી અને કરા પડવાની સંભાવના છે.

આઇએમડીએ હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અને ચાર ફેબ્રુઆરીએ ભારે વરસાદ અથવા બરફવર્ષાની આગાહી કરી હતી. 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન વીજળી સાથે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો ઉપર વરસાદ અને કરા પડી શકે છે. મધ્યપ્રદેશમાં 4 થી 5 ફેબ્રુઆરી દરમિયાન અને પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં 5 થી 6 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે.

-દેવાંશી

Exit mobile version