Site icon hindi.revoi.in

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં આજે સવારથી જ વરસાદી વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી આપી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. આવી જ રીતે તા. 14 અને 15મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તા. 16મી ઓગસ્ટના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડશે. તા.16 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. 16 ઓગસ્ટે દ્વારકામાં પણ સારા વરસાદ થશે. દ્વારકામાં આ વખતે સિઝનનો બમણો વરસાદ પડી ચૂક્યો છે.

રાજ્યમાં આજે સવારથી 66 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જામકરોડણા અને ઉપલેટામાં સવા એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. તાપીના સોનગઢમાં પોણા આઠ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. નર્મદાના દેવ્યાપાડામાં અને પંચમહાલના જાંબુઘોડામાં 7 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો હતો. વલસાડના પાલડીમાં પોણા સાત ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. તેમજ સુરતના માંડવી, સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા.

Exit mobile version