
ગીરનાર પર્વત ઉપર વરસાદ, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
- પર્વત ઉપર ઝરણાં વહેતા થયાં
- મોટી સંખ્યામાં કુદરતી સુંદરતા નીહાળવા લોકો ઉમટ્યાં
અમદાવાદઃ સતંનગરી તરીકે ઓળખાતા જૂનાગઢમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ગિરનાર પર્વત ઉપર 24 કલાકમાં લગભગ ચાર ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. જેથી ગીરનાર પર્વત ઉપર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. તેમજ ભારે વરસાદના પગલે પર્વત ઉપર ઝરણા વહેતા થયાં હતા.
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચુક્યો છે. તેમજ 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમજ આગામી પાંચ દિવસ પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન જૂનાગઢમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ગીરનાર પર્વત વિસ્તારમાં રવિવારથી આજે સોમવારે સવાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ગીરનાર પર્વત ઉપર સુંદરતા ખીલી ઉઠી છે. તેમજ ઝરણાં વહેતા થયાં છે. એટલું જ ગીરનાર પર્વતની સીટીઓ ઉપર પણ વરસાદી પાણી વહ્યાં હતા. ગીરનાર પર્વત વિસ્તારમાં કુદરતી સુંદરતા ખીલી ઉઠતા જૂનાગઢવાસીઓમાં ખુશી ફેલાઈ છે. તેમજ લોકો કુદરતી સુંદરતા નિહાળવા માટે લોકો ઉમટી પડ્યાં છે.