Site icon Revoi.in

રાજકોટ પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ખુશી અને સામાન્ય લોકોને ગરમીથી મળી રાહત

Social Share

શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. વરસાદ શહેરના કાલાવાડ રોડ,યુનીવર્સીટી રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસો બાદ વરસાદ થતા લોકોને અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે.

વરસાદ બાદ શહેરના વાતાવરણમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદના આગમન સાથે જ નાના ભૂલકાઓ વરસાદમાં નાહવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા. મહત્વનું છે કે વરસાદની સૌથી વધારે આતુરતાથી રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, રાજકોટ શહેરમાં તો વરસાદ પડ્યો જ છે પરંતુ રાજકોટની આજૂબાજૂના ગામડાઓમાં પણ વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને થોડા અંશે રાહત થઈ છે.

સૌરાષ્ટ્રમાં આમ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો થવાના કારણે પાકને નુક્સાન પણ જતુ હોય છે પરંતુ જો આગળના દિવસોમાં પણ સારો એવો વરસાદ આવે તો ખેડૂતોને તેનો ફાયદો થઈ શકે તેમ છે અને પાક પણ સારી માત્રમાં ઉગી શકે છે.

_Devanshi