1. Home
  2. revoinews
  3. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 14 ટકા વરસાદ
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 14 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 14 ટકા વરસાદ

0

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની સિઝન વિધિવત રીતે બેસી ગઈ છે દરમિયાન ૨૪ કલાકમાં રાજ્યના નવ જિલ્લાના 29 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં સરેરાશ 118.33 એમએમ વરસાદ થયો છે. જો ટકાવારી પ્રમાણે જોવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી 14 ટકાથી વધારે વરસાદ થયો છે.

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના સાતેય તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સોનગઢમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. તો નીઝરમાં બે ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સિવાય ડોલવાનમાં 20 મીમી અને કુકામુંડામાં 15 મીમી વરસાદ થયો હતો. ડાંગના સુબિરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં હજુ સુધી ચોમાસાનો માહોલ જામ્યો નથી. જૂન મહિનામાં રાજ્યના વિવિધ જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ચુક્યું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 14.24 ટકા વરસાદ પડ્યો છે. જો સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 118.33 મીમી વરસાદ થયો છે. ગુજરાતના 251 તાલુકામાંથી એક તાલુકો બાકી છે જ્યાં અત્યાર સુધી મેઘરાજાની પધરામણી થઈ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.