Site icon hindi.revoi.in

ગૃહ મંત્રાલયની મંજુરી મળતા જ ભારતીય રેલ્વે વધુ 100 પેસેન્જર ટ્રેન દોડાવશે

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોનામાં સપડાયું છે જેને લઈને સામાન્ય જીનવ થોડુ ખોરવાયેલું જોઈ શકાય છે, સંપૂર્ણ પણે ટ્રેન વ્યવસ્થા પણ શરુ કરવામાં નથી આવી ત્યારે હાલ તો 230 જેટલી પેસેન્જર ટ્રેનોને મંજુરી મળી જ છે.જેમાં 30 રાજધાની ટ્રેનનો સમાવેશ થાય છે, ત્યારે હવે આ દોડતી ટ્રેનની યાદી લંબાવાની યોજના કરવામાં આવી રહી છે, 100 જેટલી બીજી પેસેન્જર ટ્રેનને શરુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે , ગૃહમંત્રાલય તરફથી મંજુરી મળતા જ આ કાર્ય હાથ ધરાશે.

લોકડાઉન દરમિયાન અનેક ટ્રેનોને બંધ કરવામાં આવી હતી, ઘીમે-ઘીમે અનલોક થતા ઘણી ટ્રેનનો આરંભ કરાયો હતો, ઉલ્લેખનીય છે કે અનલોક 4 દરમિયાન વધુ ટ્રેનોને દોડતી કરવાની જાહેરાત ગૃહમંત્રાયલ દ્વારા કરવામાં આવી હતી, આ પહેલા સરકાર દ્વારા 1 લી સપ્ટેમ્બરથી અનેક ટ્રોનોને લીલી ઝંડી આપવાની વાત કરી હતી જેને લઈને રેલ્વે વિભાગ દ્રારા તૈયારીઓ કરી લેવામાં આવી છે.

દેશમાં આવનારા એક મહિનામાં અનેક મહત્વના ફેસ્ટિવલો આવી રહ્યા છે,જેમ કે દિવાળી નવરાત્રી, ત્યારે આવા સમયે યાત્રીઓની અવર જવર વધે છે જેને લઈને રેલ્વે વિભાગ દ્રારા અનલોક 4મા વધુ 100 ટ્રેનને પાટાપર દોડતી કરવાની વાત કરી હતી પરંતુ તે બાબતે હજુ ગૃહમંત્રાલય તરફથી પરવાનગી આવી નથી.

આ પહેલા જુદા જુદા રાજ્યમાં કામ કરતા શ્રમિકો માટે પોતોના વતન જવાના હેતુથી સ્પેશિયલ ટ્રેન રેલ્વે વિભાગ દ્રારા શરુ કરાઈ હતી, હવે શ્રમિકો પોતાની રોજી રોટી માટે ફરી શહેરી વિસ્તારો તરફ આવતા થયા છે તો સ્વાભાવિક પણે ટ્રેનોની લસંખ્યામાં વધારો થાય તે જરુરી બન્યું છે જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, કોરોનાના કારણે ભારતીય રેલ્વેને ટિકિટ રદ થતા કરોડોનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આ સમનગ્ર બાબતોને જો ધઘ્યાનમાં લઈએ તો હવે રેલ્વે વિભાગ વધુ ટ્રેનનો આરંભ કરે તો દરેક મુશ્કેલીમાંથી બહાર નિકળી શકાશે.

સાહીન-

Exit mobile version