દિલ્હીઃ કોરોનાકાળમાં હાલ રેલવે વિભાગ દ્વારા કેટલીક ખાસ ટ્રેનો મુસાફરો દોડાવવામાં આવે છે. જો કે, આ ટ્રેનોમાં માત્ર રિઝર્વેશન કર્યા બાદ જ મુસાફરી કરવાની પરવાનગી મળે છે. જો કે, રેલવે વિભાગ આગામી દિવસોમાં રિઝર્વેશન પધ્ધતિ દૂર કરવાનું વિચારતી હોવાનું જાણવા મળે છે. રેલ્વે આ ટ્રેનોને પહેલા એક ડિવીઝનમાં ચલાવશે ત્યારબાદ બીજા ડિવીઝનમાં તબક્કાવાર ચલાવવામાં આવશે. આ તમામ ટ્રેનોમાં જનરલ કોચ રહેશે પરંતુ આ ટ્રેનો નહી હોય. એટલું જ નહીં તમામ ડિવિઝનો સાથે આ બાબતની જાણકારી મંગાવી લીધી હોવાનું જાણવા મળે છે. કોરોના વાયરસની વેક્સિન આવ્યા બાદ આ ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનું આયોજન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે, ગુડ્સની હેરાફેરી તથા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ખાસ ટ્રેન દોડવવામાં આવી હતી. અનલોકના અમલ બાદ ધીરે-ધીરે ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો.
જો કે, હાલ પણ ટ્રેનમાં રિઝર્વેશન વિના મુસાફરી કરી શકાતી નથી. જો કે, રેલવે વિભાગ દ્વારા રિઝર્વેશન રહિત ટ્રેનો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાબતે રિલવે વિભાગના તમામ ડિવિઝનોને જાણકારી આપવામાં આપવામાં આવી છે. રેલવે ભારતની લાઈફલાઈન માનવામાં આવે છે. જો રિઝર્વેશન રહીત ટ્રેન દોડાવવામાં આવશે તો અનેક લોકોને તેનો ફાયદો થવાની શકયતા છે એટલું જ નહીં આ ટ્રેનોમાં મુસાફરો રેલવે સ્ટેશન ઉપર ટિકીટ મેળવીને સરળતાથી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

