Site icon hindi.revoi.in

અનુચ્છેદ 370 પર રાહુલ ગાંધીનું નિવેદનઃસરકારના નિર્ણથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો

Social Share

જમ્મૂ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને નાબુદ કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાનું મૌન તોડ્યું છે. રાહુલે ટ્વિટ કર્યું છે  કે કેન્દ્ર સરકારનો નિર્ણય બંધારણનું ઉલ્લંઘન છે. તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને મોટો ખતરો થઈ શકે છે

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે કહ્યુ કે  ”રાષ્ટ્રીય અખંડીતતાને જાળવી  રાખવા માટે જમ્મુ કાશ્મીરના  ટૂકડા કરવા યોગ્ય નથી તેના બંધારણને પાછળ રાખીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જેલમાં નાખી ન શકાય. દેશ જમીનથી નથી બનતો પણ દેશ લોકોથી બને છે પોતાની કાર્ય શક્તિનો દૂરુપયોગ આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ગંભીર ખતરો સાબિત થઇ શકે છે. તેમએ આ 370 હટાવવાનો નિર્ણયના માસે સખત વિરોધ કર્યો છે અને તેના વિરુધમાં રાજ્યસભામાં વોટ કર્યો છે

કોંગ્રેસના બન્ને સદનમાં વિરોધ વ્યક્તઃ- ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ રાજ્યસભામાં અને પછી મંગળવારના રોજ લોકસભામાં જમ્મુ-કાશમીર પૂનર્ગઠન બિલને પાસ કરવામાં આવ્યું,ત્યારે  આ વાતને લઈને સોમવારે વિરોધ પક્ષ દ્વારા આ નિર્ણય સામે વિરોદ્વ વ્યક્ત કરવામાં આવ્યો છે ,કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે આ નિર્ણના દિવસને ઈતિહાસનો બ્લેક ડે ગણાવ્યો હતો.

 રાજ્યસભામાં કોંગ્રેસે જમ્મુ-કાશમીરના નિર્ણય પર વિરોઘમાં વોટ કર્યો છે, કોંગ્રેસ ઉપરાંત ટીએમએસ,પીડીપી અને નેશનલ કોન્ફરન્સમાં આ નિર્ણયના વિરોધમાં મતદાન કર્યુ છે,રાજ્ય સભામાંજ નહી પરંતુ લોકસભામાં પણ કોંગ્રેસ પાર્ટીએ તેનો વિરોધ કર્યો છે.  કોંગ્રેસના નેતા અઘીર રંજન ચૌધરીએ સદનમાં આ બિલને સંવિધાન વિરુધ્ધ ગણાવ્યું હતુ જેને લઈને મિત શાહ અને તેમના વચ્ચે રસાકસી ચાલી હતી,કોંગ્રેસ તરફથી મનીષ તિવારે  બિલ પર ચર્ચાની શરુઆત કરી હતી ને કહ્યું કે કેન્દ્ર સરકારે સંવિધાનનું ઉલ્લંધન કરીને  નિર્ણને અંજામ આપ્યો છે.

Exit mobile version